ગુજરાત
70 દિવસના વિદેશ પ્રવાસ બાદ ભારત પરત ફરતા સ્વામિ. સંતોનું ભવ્ય સ્વાગત
આવનારી પેઢીને પશ્ર્ચિમી વાતાવરણથી ઉગારી ભારતીય સંસ્કૃતિનું જતન કરવાની હરિભક્તોની આજ્ઞા કરતા સંતો
ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિદેશ પ્રવાસ દરમિયાન એક વખત કહેલું કે, પહું જે દેશમાં જાઉં છું ત્યાં ગુરુકુલના વિદ્યાર્થીઓ અચૂક મળે છે.
ભારતના આઝાદીથી શાસ્ત્રી મહારાજે સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની સ્થાપના કરી ત્યારથી હજારો વિદ્યાર્થીઓ ગુરુકુલમાં ભણી અને દુનિયાના તમામ દેશોમાં આજે સ્થાયી થયા છે. ત્યારે આ દેશોમાં વસતા ગુરુકુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખાસ આગ્રહ ભર્યું આમંત્રણ આપી ગુરુ મહારાજ દેવકૃષ્ણદાસજી સ્વામી અને મહંત સ્વામી દેવપ્રસાદજી સ્વામી, વિદેશમાં વસતા સત્સંગીઓ, હરિભક્તો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સત્સંગનું પોષણ આપવા સત્સંગ વિચરણ અર્થે વિદેશ પધાર્યા હતા.
આ ઉપરાંત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની યુએસએ, યુએસ, કેનેડા વગેરે દેશોમાં આવેલી ગુરુકુલની શાખા સંસ્થાઓના મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવ અને પાટોત્સવ તેમજ બ્રહ્મસ્ત્રમાં હાજરી આપી ત્યાંના ગુજરાતી સમાજ અને હરિભક્તોને લાભ આપ્યો હતો. 78 વર્ષની ઉંમર હોવા છતાં ગુરુ મહારાજ હરિભક્તો અને વિદ્યાર્થીનો ખાસ ભાવ હોવાથી વિદેશમાં વિચરણ માટે પધાર્યા હતા.
ડલાસ, એટલાન્ટા, ફ્લોરિડા, લોસ એન્જેલસ, ફ્લોરિડા, લેટિન અમેરિકા, સ્પ્રિંગફિલ્ડ, ફિનિક્સ તેમજ કેનેડામાં રજાઈના, ટોરેન્ટો યુકેમાં લંડન વગેરે જગ્યાએ ગુરુકુલના વિદ્યાર્થીઓ તેમજ હરિભક્તો દ્વારા ગુરુ મહારાજ અને મહંત સ્વામીનું ભવ્ય સ્વાગત પૂજન કર્યું હતું. દરેક ઘરે પધરામણી કરાવી હતી.
સંતોએ પાટોત્સવ નિમિત્તે વ્યાખ્યાન માળા, બ્રહ્મ સત્ર દ્વારા ધર્મ લાભ આપ્યો હતો. આ વિદેશ પ્રવાસમાં પૂ.દેવકૃષ્ણદાસજી સ્વામી, દેવપ્રસાદદાસજી સ્વામી સાથે પૂર્ણ પ્રકાશદાસ સ્વામી, મુનીશ્વર સ્વામી, ચૈતન્ય સ્વામી, સત્યસંકલ્પ સ્વામી વગેરે સંતો જોડાયા હતા. આશરે 70 દિવસનો પ્રવાસ કરી આ સંતો ભારત પરત પધારતા સંતો હરિભક્તો અને વિદ્યાર્થીઓ દ્વારા ભવ્ય સ્વાગત પૂજન કરવામાં આવ્યું હતું.