ડિસ્કસ થ્રોમાં સુવર્ણારાજે ગોલ્ડ જીત્યો, ભારત મેડલ ટેબલમાં ટોપ-5માં

એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતના એથલીટોનું શાનદાર પ્રદર્શન ચાલું છે. છેલ્લા 4 દિવસમાં અનેક ગોલ્ડ મેડલ જીત્યા પછી પાંચમા દિવસે પણ ભારત માટે ગોલ્ડ મેડલ…

એશિયન પેરા ગેમ્સ 2026માં ભારતના એથલીટોનું શાનદાર પ્રદર્શન ચાલું છે. છેલ્લા 4 દિવસમાં અનેક ગોલ્ડ મેડલ જીત્યા પછી પાંચમા દિવસે પણ ભારત માટે ગોલ્ડ મેડલ સુવર્ણા રાજે જીત્યો છે. ભારતની ફેમસ પેરા એથલિટ સુવર્ણા રાજે મહિલાઓની ડિસ્કસ થ્રો ઈવેન્ટનો ખિતાબ જીત્યો છે. સુવર્ણાએ ફાઈનલમાં 15.66 મીટરના બેસ્ટ થ્રો સાથે પહેલું સ્થાન મેળવ્યું છે. તેમજ ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. આ સાથે ભારતના ગોલ્ડ મેડલની સંખ્યા 15 થઈ છે. ભારતે 22 સિલ્વર અને 27 બ્રોન્ઝ સાથે કુલ 64 મેડલ મેળવી ટોપ-5માં એન્ટ્રી મારી છે.આજે સવારે આઈચી-નાગોયામાં ભારતને આ સફળતા મળી છે. મહિલાઓની એફ54 કેટેગરી ઈવેન્ટમાં ભાગ લઈ રહેલી સુવર્ણાએ વ્હીલ ચેરમાં બેસી 15.66 મીટર સુધી ડિસ્કસ થ્રો કર્યો હતો. એફ54 કેટેગરીમાં એ ખેલાડીઓ ભાગ લે છે. જે માત્ર બેસીને રમી શકે છે.તેમને કરોડરજ્જુની ઇજાઓ, પોલિયો અથવા નીચલા અંગોની અક્ષમતા ધરાવતા ખેલાડીઓનો સમાવેશ થાય છે, જેમનું ઉપરનું શરીર સક્રિય રહે છે.

સુવર્ણાને ગોલ્ડ જીતાડનાર થ્રો માટે થોડી રાહ જોવી પડી હતી. તેમણે પોતાના 5માં પ્રયાસમાં 15.66 મીટર દુર થ્રો કર્યો હતો. જે ગોલ્ડ મેડલ જીતવા માટે પર્યાપ્ત હતો. બીજા સ્થાને ઈરાનની શહલા હદીદ રહી તો ત્રીજા સ્થાને વિયતનામની એથલેટને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.સુવર્ણા રાજ માત્ર ફીલ્ડ પર રહી કમાલ દેખાડતી નથી. પરંતુ મેદાનની બહાર પણ પોતાના કામ માટે ઓળખ બનાવી ચૂકી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સુવર્ણા દિવ્યાંગો માટે કામ કરી રહી છે. તેમજ ડિસેબિલિટી રાઈટ્સ એક્ટિવિસ્ટ તરીકે તેમણે અનેક ઝુંબેશનું નેતૃત્વ કર્યું છે. તેમના પ્રયાસો માટે, તેમને 2024 માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા UN SDG એક્શન એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.આ સિદ્ધિ સાથે, સુવર્ણા રાજે ગત્ત એશિયન પેરા ગેમ્સના પ્રદર્શનમાં સુધારો કર્યો. 2022માં તેમણે F54/F55 કેટેગરીમાં 15.39 મીટર ફેંક્યો અને આઠમું સ્થાન મેળવ્યું. આ વખતે, તેમણે 15.66 મીટર ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

છેડતીનો આરોપ, પેરા સ્વિમર મોહમ્મદ શમ્સ ભારત પરત
એશિયન પેરા ગેમ્સ દરમિયાન ભારતીય પેરા સ્વિમર મોહમ્મદ શમ્સ આલમ શેખ ગંભીર આરોપોમાં ઘેરાયા છે. હોટલમાં મહિલા કર્મચારી સાથે કથિત જાતીય ગેરવર્તન અને છેડતીના આરોપો બાદ જાપાનની પોલીસે તેમને અટકાયતમાં લીધા હતા. ત્યારબાદ તેમને ભારત પરત મોકલી દેવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે ભારતીય પેરા સ્વિમિંગ ટીમ અને રમતગમત જગતમાં ચર્ચા શરૂૂ થઈ છે. પેરાલિમ્પિક કમિટી ઑફ ઇન્ડિયા તેમની સામે આજીવન પ્રતિબંધ સહિતની કડક શિસ્તભંગની કાર્યવાહી કરવાનું વિચારી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. કથિત ઘટના સોમવારે બની હતી. ભારતીય પેરા સ્વિમિંગ ટીમ જે હોટલમાં રોકાઈ હતી, ત્યાં એક મહિલા હાઉસકીપિંગ કર્મચારી શમ્સ આલમ શેખના રૂૂમમાં પોતાની ફરજ બજાવવા ગઈ હતી. આ દરમિયાન તેમની સામે કથિત જાતીય ગેરવર્તન અને છેડતીની ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદની જાણ સ્થાનિક આયોજક સમિતિ અને ભારતીય પ્રતિનિધિમંડળના અધિકારીઓને કરવામાં આવી હતી. ત્યારબાદ જાપાનની પોલીસે આ મામલે કાર્યવાહી કરી હતી. જોકે, આરોપો અંગે અંતિમ નિર્ણય અથવા દોષિત હોવાની પુષ્ટિ હજી થઈ નથી.