ક્રાઇમ
ગૌવંશની કતલ કરનાર 3 મહિલા સહિત 7 આરોપીને 2 વર્ષની સજા કરતી સૂત્રાપાડા કોર્ટ
સુત્રાપાડા કોર્ટે ગૌવંશની કતલ કરનાર 3 મહિલા સહિત 7 આરોપીઓને બે વર્ષની કેદ ફટકારેલ છે. આજથી 11 વર્ષ પહેલા 2013 માં તાલુકાના રાખેજ ગામે પોલીસે કતલખાનું ઝડપી પાડ્યું હતું.
આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ સુત્રાપાડા તાલુકાના રાખેજ ગામે કતલખાનું ચાલતું હોવાની સરપંચ દ્વારા જાણ કરવામાં આવતા પોલીસે રાખેજ ગામે વજુભાઈ પરમારના વાડામાં દરોડો પાડી સ્થળ પરથી ડબ્બામાં 12 કિલો ગૌમાંશ તેમજ ચાર ખરીઓ શીંગડાઓ, પુંછડી, કુહાડી, છરી, કરવત તેમજ સ્થળ પર બળદો જીવ-21 તથા વાછરડાઓ જીવ નંગ-5 બકરી જીવ નંગ 1 મળી કુલ 27 અબોલ જીવ તેમજ 5 બળદગાડા સાથે 3 આરોપીઓ રંગે હાથ ઝડપી લીધા હતા. જ્યારે અન્ય ચાર આરોપીઓ નાસી ગયા હતા. પોલીસે આ ઘટના સંદર્ભે ત્રણ મહિલા સહિત સાત આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો.કલમ-295એ, 429, 114 તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમ 2011 ની કલમ 6બી, 8, 10 તથા પશુ પ્રત્યે ઘાતકીપણાની કલમ- 11(એલ) મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરીને કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યુ હતું.
આ કેસ સુત્રાપાડા કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ એસ.બી. મલિકે દસ્તાવેજી પુરાવા અને સાહેદો અને સજ્જડ પુરાવાઓ સાથે ધારદાર દલીલો કરતાં કોર્ટે તમામ આરોપીઓ (1) ધકુબે કરશન ઉર્ફે વિજય સોલંકી, (2) ગોરલબેન ભાવેશ સોલંકી, (3) આયરૂૂબેન દહુરભાઇ ઉર્ફે દહેશ સોલંકી, (4) કરશન નવઘણભાઈ સોલંકી, (5) ભાવેશ કાનાભાઈ સોલંકી, (6) દેહુર ઉર્ફે દહેશભાઈ કાનાભાઈ સોલંકી, (7) કાના કાંતિભાઈ સોલંકી ને ગુન્હા માં તકસીરવાન ઠેરવી તમામ આરોપીઓને બે વર્ષની કેદ તેમજ રૂૂા.10 હજાર દંડ ફટકારતા તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ હતા.