Site icon Gujarat Mirror

સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓના શંકાસ્પદ મોત, આઈસક્રીમ ખાવાથી કે તાપણાના ધુમાડાથી મોત તે તપાસ શરુ

સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકીઓએ આઈસક્રીમ ખાધા બાદ તેમની તબિયત લથડતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોટ નિપજતા પરિવારમાં શકનો માહોલ છવાયો હતો. હાલ તબીબો દ્વારા આ ત્રણેય બાળકીઓના મોતનું કારણ જાણવા માટે તાપસ હાથ ધરી છે. જ્યારે અન્ય બાળકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આઇસક્રીમ બાદ આ બાળકોએ તાપણું પણ કર્યું હોવાથી ધુમાડાના કારણે મોત નીપજ્યા છે કેમ? તે અંગે તપાસ ચાલુ છે. હાલ તો આઇસ્ક્રીમ ખાધા બાદ ત્રણેય બાળકીઓનું મોત થયું હોય તેવી તેવી આશંકા પરિવાર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર સુરતના પાલી ગામમાં રહેતી ત્રણ બાળકીઓએ આઈસ ક્રીમ ખાધા બાદ તાપણું કર્યું હતું . ત્યાં તેમની તબિયત અચાનક બગાડતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. હાલ તબીબો દ્વારા તેમના મોત નું કારણ જાણવા માટે તાપસ હાથ ધરવામાં આવી છે.

પરિવાર જનોના કેહવા મુજબ ઘરની પાસે આવેલી એક દુકાનમાંથી બાળકીઓએ આઈસ્ક્રીમ ખાધો હતો. રાત્રીના સમયે તાપણું કરી રહેલી ત્રણ બાળકીઓને ઉલ્ટી થયા બાદ બેભાન થઇ જતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોટ નિજપયુ હતું. હાલ મોત નું કારણ જાણવા માટે તાપસ હાથ ધરવામાં આવી છે.આઇસક્રીમના લીધે કે કોઇ અન્ય કારણોસર મોત નિપજ્યું છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જ સાચું કારણ બહાર આવી શકશે. તમામ મૃતક બાળકોની ઉંમર 14 વર્ષ કરતાં ઓછી છે. જેમાં અનિતા કુમાર મહંતો (ઉ.વ. 8 વર્ષ), દુર્ગા કુમારી (ઉ.વ. 12 વર્ષ) અને અમિતા મહંતો ( ઉ.વ. 14 વર્ષ) નો સમાવેશ થાય છે.

Exit mobile version