Site icon Gujarat Mirror

‘સૂર્યકુમાર યાદવ મને ખૂબ મેસેજ કરતો હતો’, અભિનેત્રી ખુશી મુખર્જીનો ચોંકાવનારો ખુલાસો

અભિનેત્રી અને મોડેલ ખુશી મુખર્જી સોશિયલ મીડિયા પર સતત ચર્ચામાં રહે છે. તેની બોલ્ડ ફેશનના કારણે તે સતત ચર્ચામાં રહે છે. આ દરમિયાન, તેણે ભારતીય ઝ20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ અંગે એક નિવેદન આપ્યું છે. મુખર્જીએ દાવો કર્યો છે કે ઘણા ક્રિકેટરો તેની પાછળ પડ્યા છે. તેણીએ એવો પણ દાવો કર્યો છે કે સૂર્યકુમાર યાદવ તેને મેસેજ કરતો હતો. ખુશી મુખર્જીએ કહ્યું, “ઘણા ક્રિકેટરો મારો પીછો કરતા હતા. સૂર્યકુમાર યાદવ મને ઘણા મેસેજ કરતો હતો, પરંતુ હવે અમે વધુ વાત કરતા નથી. હું લિંકઅપ થવા પણ માંગતી નથી અને મને કોઈ લિંક-અપ્સ પસંદ પણ નથી. તેથી કોઈ લિંક-અપ્સ જ નથી.”

સાઉથ ફિલ્મો, રિયાલિટી શો અને બોલ્ડ વેબ સિરીઝમાં કામ કરી ચૂકેલી ખુશી માટે વિવાદ કે અટેન્શન કોઈ નવી વાત નથી. 24 નવેમ્બર, 1996ના રોજ કોલકાતામાં જન્મેલી ખુશીએ 2013માં તમિલ ફિલ્મ અંજલિ થુરાઈથી પોતાની અભિનય કારકિર્દીની શરૂૂઆત કરી હતી. બાદમાં તે ડોંગા પ્રેમા અને હાર્ટ એટેક જેવી તેલુગુ ફિલ્મો તેમજ હિન્દી ફિલ્મ શ્રૃંગારમાં જોવા મળી હતી. જો કે, તેની મોટી સફળતા ભારતીય ટેલિવિઝન અને રિયાલિટી શો દ્વારા મળી.

એમટીવીના સ્પ્લિટ્સવિલા 10 અને લવ સ્કૂલ 3માં ભાગ લીધા પછી ખુશીને ઓળખ મળી. તે બાલવીર રિટર્ન્સમાં જ્વાલા પરી અને પૌરાણિક નાટક કહત હનુમાન જય શ્રી રામ જેવા લોકપ્રિય ટીવી શોમાં પણ જોવા મળી છે. તે એડલ્ટ ભારતીય વેબ સિરીઝમાં પણ એક જાણીતો ચહેરો બની ગઈ છે.

Exit mobile version