ગુજરાત
આશ્ર્ચર્યમ! સોમનાથમાં 60 કિ.મી.માં ત્રણ ટોલ નાકા
વાહન ચાલકોને લૂંટવાનું હાઇવે ઓથોરિટીનું કારસ્તાન, નેતાજીઓના મોઢે તાળા!
ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પર 60 કિલોમીટરનાં અંતરે ત્રણ ટોલનાકા શરૂૂ થયા છે.એક વેરાવળ નજીક ડારી બીજું પણ વેરાવળ નજીકનું સુંદરપરા અને ત્રીજું કોડીનાર નજીક વેળવા પાસે ટોલનાકુ બન્યું અને ટોલ ઉઘરાવવાનું શરૂૂ પણ કરી દીધું. !! હજુ હાઇવેનું કામ પણ અધૂરું છે.ત્યાં જ મસમોટો ટોલ ઉઘરાવવાનું શરૂૂ કરી દેવાતા પ્રવાસીઓ અને સ્થાનિકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.થોડા સમય પહેલા કેન્દ્રીય વાહન વ્યવહાર અને રોડ મંત્રી નીતિન ગડકરીએ સંસદમાં કહ્યું હતું.થ60 કિલોમીટર પછીજ બીજું ટોલનાકુ હશે.સ્થાનિકોને રાહત મળશે. પરંતુ એનએચએઆઇ દ્વારા આ બાબતની અવગણના થતી હોવાની લોકોમાં ચર્ચા જાગી છે.
વર્તમાન સમયમાં ગીરમાં શરૂૂ થયેલા ટોલ સંદર્ભે લોકો કહી રહ્યા છે કે, પનેશનલ હાઇવે ઓથોરિટી સરકારનું પણ માનતી ન હોય તેવું લાગી રહ્યું છે. અને મનસ્વી રીતે ટોલ ઉઘરાવાઈ રહ્યો છે જેને કારણે સ્થાનિકોમાં અને પ્રવાસીઓમાં રોષ વ્યાપ્યો છે. તો સોમનાથ થી દિવ જતા કે ભાવનગરથી દ્વારકા જતા પ્રવાસીઓને ખૂબ ટૂંકા અંતરે આવેલા ગીરનાં આ ત્રણેય ટોલનાકે અઢળક ટોલ ભરવો પડે છે.જેની સામે રોડ તો હજુ અધુરો છે.સુવિધાના નામે મીંડું છે.આમ છતાં જે ટોલ ઉઘરાવાઈ રહ્યો છે તે ન્યાયિક બાબત નહીં હોવાનું પ્રવાસીઓ જણાવી રહ્યા છે.
ગીર સોમનાથ જિલ્લામાં માત્ર 63 કિલોમીટરમાં ત્રણ ટોલનાકા શરૂૂ કરી ટોલ ઉઘરાવવામાં આવી રહ્યો છે.
તે ગેરકાયદે હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ટોલબુથ થી માત્ર 200 મીટરના અંતરે રહેતા ગામના લોકો ને પણ ટોલ ભરવો પડે અને તે પણ એક દિવસમાં ત્રણથી ચાર વખત તો સ્વાભાવિક છે આકરૂૂ તો લાગે. જિલ્લા મથકે પોતાના કામ સંદર્ભે વિવિધ કચેરીઓમાં જવાનું થાય ત્યારે એક દિવસમાં ઘણી વખત ગ્રામ્ય પ્રજાએ જવું પડતું હોય છે.ઘરની ગાડી હોય તેનો મતલબ એ તો નથી કે એકજ દિવસમાં વારંવાર ટોલ ભરવો…!
સ્થાનિકો માટે માસિક પાસની વ્યવસ્થા પણ હજુ અહીંના ટોલનાકાઓ પર શરૂૂ કરી નથી. રોડ અધૂરા છે.અનેક ડાઈવર્ઝન પણ હજુ છે. હાઈવેની કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે.આમ છતાં ઝડપ થી ટોલનાકાઓ ઉભા કરીને ટોલ ઉઘરાવવાનું શરૂૂ કરી દેવામાં આવ્યું છે તેનાથી સ્થાનિક પ્રજા અને પ્રવાસીઓમાં પણ નારાજગી પ્રવર્તે છે.જે ઝડપે ટોલનાકા ઉભા કરવામાં આવ્યા તે ઝડપ હાઈવે ઓથોરિટી રોડ બનાવવામાં કેમ નથી દર્શાવતી…? તે યક્ષ પ્રશ્ન બન્યો છે. લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, પઆ સંદર્ભે હવે સરકારે જાગૃત થવું રહ્યું અન્યથા હાઇવે ઓથોરિટીના કર્મનું ફળ સરકારે ભોગવવું પડશે…!