ગુજરાત

નોટિસ વગર મકાનનું ડિમોલિશન કરવાના કેસમાં સુરત મ્યુનિ. કમિશનર સહિતનાઓને હાઇકોર્ટનું તેડું

Published

on

96 ટકા અંપંગતા ધરાવતા બાળક સહિત 4 લોકોનો પરિવાર રઝળી પડતા હાઇકોર્ટમાં અરજી દાખલ

સુરતના વડોદ વિસ્તારમાં સત્યનારાયણનગર ખાતે 96 ટકા અંપંગતા ધરાવતાં બાળક સહિત પરિવારજનો સાથે રહેતી એક મહિલાનું લાખો રૂૂપિયાનું મકાન સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કોઇપણ પ્રકારની કાયદેસર નોટિસ કે આગોતરી જાણ કર્યા વિના બારોબાર તોડી નાંખતાં મહિલાએ ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. જેની સુનાવણીમાં જસ્ટિસ મોના ભટ્ટે સુરત મ્યુનિસિપલ કમિશનર, ઉધના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર એસ.ડી.પ્રજાપતિ, નાયબ ઇજનેર પી.બી.ભોયા, આસીસ્ટન્ટ ઇજનેર ચંદ્રેશ પાટડિયા, ફેનીલ મહેતા, મયુર પટેલ વિરૂૂદ્ધ નોટિસ જારી કરી જવાબ માંગ્યો છે.


સાધનાબહેન ઇશ્વરભાઇ બડગુજર દ્વારા કરાયેલી રિટ અરજીમાં એડવોકેટ નિમિષ એમ.કાપડિયાએ અદાલતનું ઘ્યાન દોરતાં જણાવ્યું હતું કે, અરજદાર વડોદ વિસ્તારમાં પોતાના પતિ અને બે નાના બાળકો સાથે રહે છે., જેમાંથી એક સાત વર્ષનું બાળક તો, ચાલી શકતો નથી, બોલી પણ શકતો નથી, જાતે ખાઇ શકતો નથી અને 96 ટકા શારીરિક અપંગતા ધરાવે છે. અરજદારે વડોદ વિસ્તારમાં ઉપરોકત સોસાયટીમાં પ્લોટ નંબર-16 અને 17 બાંધકામ સહિત ખરીદયા હતા. બાદમાં સુરત મનપાના ટેકસ બીલમાં તેમનું નામ પણ ચઢાવ્યું હતું.

પાણી કનેકશનની ફી પણ ભરી હતી અને પોતે ઇલેક્ટ્રીસીટી કનેકશન પણ ધરાવતા હતા. લગભગ એક વર્ષ પહેલાં જ અરજદારે સાડા નવ લાખ રૂૂપિયાના ખર્ચે રિનોવેશન કરાવ્યું હતું. ઘરની કિંમત હાલ રૂૂ.30 લાખથી વઘુની થવા જાય છે. ગયા મહિને 1 ઓક્ટોબર 2024ના રોજ ઉધના દક્ષિણ ઝોનના કાર્યપાલક ઇજનેર એસ.ડી.પ્રજાપતિ, નાયબ ઇજનેર પી.બી.ભોયા, આસીસ્ટન્ટ ઇજનેર ચંદ્રેશ પાટડિયા, ફેનીલ મહેતા, મયુર પટેલ સવારના સમયે તેમના ઘેર આવ્યા હતા અને અરજદાર તેમ જ તેમના બાળકોને ઘરમાંથી બહાર કાઢી મૂકયા હતા અને ઘરનો સામાન બહાર ફેંકી દીધો હતો. ત્યારબાદ કોઇપણ પ્રકારની કાયદેસર નોટિસ કે આગોતરી જાણ કર્યા વિના જ સીધેસીઘુ તેમના ઘર પર બુલડોઝર ચલાવી તેમનું આખુ મકાન જમીનદોસ્ત કરી નાંખ્યું હતું અને તેમને ઘરબાર વિનાના રસ્તા પર રઝળતા કરી મૂકયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version