શ્રીદેવીની કરોડોની પ્રોપર્ટી મામલે સુપ્રીમે ફટકારી નોટિસ

દિવંગત ઍક્ટ્રેસ શ્રીદેવીની ચેન્નઈ ખાતે આવેલી પ્રોપર્ટીને લઈને ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે પતિ બોની કપૂર અને તેમની…

દિવંગત ઍક્ટ્રેસ શ્રીદેવીની ચેન્નઈ ખાતે આવેલી પ્રોપર્ટીને લઈને ચાલી રહેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે પતિ બોની કપૂર અને તેમની દીકરીઓ જાહ્નવી કપૂર તથા ખુશી કપૂરને નોટિસ પાઠવી છે. આ સાથે કોર્ટે વિવાદિત પ્રોપર્ટી અંગે હાલની સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. આ મામલો ચેન્નઈના ઈસ્ટ કોસ્ટ રોડ પાસે આવેલી 4.7 એકર જમીન પર આવેલી પ્રોપર્ટી સાથે જોડાયેલો છે.

એમ.સી. શિવકામી અને એમ.સી. નટરાજને આ પ્રોપર્ટી પર પોતાના હકનો દાવો કરીને નીચલી કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જોકે બોની કપૂર, જાહ્નવી કપૂર અને ખુશી કપૂરે આ દાવાનો વિરોધ કર્યો હતો. હવે અરજદારોએ હાઈ કોર્ટના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ કે.વી. વિશ્વનાથન અને જસ્ટિસ અરુણ પિલ્લઈની બેન્ચે બોની કપૂર, જાહ્નવી કપૂર અને ખુશી કપૂર પાસેથી આ મામલે જવાબ માગ્યો છે. કોર્ટે વિવાદિત પ્રોપર્ટીની હાલની સ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો છે.