કૌન બનેગા કરોડપતિની 18મી સીઝનની શરૂૂઆત 10 ઑગસ્ટથી થઈ રહી છે. આ શો સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 9 વાગ્યે સોની એન્ટરટેઇનમેન્ટ ટેલિવિઝન અને સોનીલિવ પર પ્રસારિત થશે. આ વખતે શોના ફોર્મેટમાં પણ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે જેના કારણે રમત અગાઉ કરતાં વધુ પડકારજનક બનશે. આ શોના ગ્રેન્ડ પ્રીમિયરની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ દરમ્યાન એવી ચર્ચા છે કે પ્રથમ એપિસોડ દર્શકો માટે ખાસ બનવાનો છે, કારણ કે સની દેઓલ અને આમિર ખાન પોતાની ફિલ્મ ’બટવારા 1947’ના પ્રમોશન માટે શોના ગ્રેન્ડ પ્રીમિયરમાં જોવા મળશે એવી ચર્ચા છે.
