Site icon Gujarat Mirror

ગુજરાતમાં ભરશિયાળે ઉનાળા જેવી ગરમી, સર્વત્ર તાપમાન 30 ડિગ્રી ઉપર

 

ન્યુનતમ તાપમાન પણ ઉંચકાતા ગરમીનો અનુભવ

સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી હિયાળો બાયપાસ થઈ ગયો હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. થોડા દિવસ ઠંડીનો ચમકારો અનુભવાયા બાદ છેલ્લા છ દિવસથી ઠંડી ગાયબ થઈ ગઈ છે અને ભરશિયાળે લોકો ઉનાળાનો અનુભવ કરી રહ્યાં છે. તેમજ રાજ્યમાં તાપમાનનો પારો 12 ડિગ્રીથી માંડી 35 ડિગ્રી સુધી પહોંચી ગયો છે.

ગઈકાલે રાજ્યના તમામ વિસ્તારોમાં મેક્ષીમમ તાપમાન 25 ડિગ્રીથી માંડી 33 ડિગ્રી નોંધાયું હતું અને આજે સવારે પણ મિનિમમ તાપમાન 12 ડિગ્રીથી માંડી 20 ડિગ્રી નોંધાયું છે. ગઈકાલે દરિયાકાંઠાના ઓખા-વેરાવળમાં 28 ડિગ્રી સિવાય સર્વત્ર 33 ડિગ્રી ઉપર તાપમાન રહ્યું હતું. જ્યારે આજે સવારે ભુજમાં 17 ડિગ્રી, નલિયામાં 12 ડિગ્રી, કંડલા પોર્ટમાં 16, અમરેલીમાં 16, ભાવનગરમાં 17, રાજકોટમાં 17, દ્વારકામાં 19, સુરેન્દ્રનગરમાં 17, ઓખામાં 18, પોરબંદરમાં 15 ડિગ્રી સો.ન્યુનત્તમ તાપમાન નોંધાયું હતું.

Exit mobile version