Site icon Gujarat Mirror

આઠ મહિના પહેલા મોરબીમાં સગાઈ કરનાર વાવડીની યુવતિનો આપઘાત

ગોંડલ રોડ પર વાવડીમાં રહેતી યુવતિએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આઠ મહિના પહેલા આ યુવતિની મોરબીના યુવાન સાથે સગાઇ થઇ હતી.

વધુ વિગતો મુજબ વાવડીમાં આકરા હાઇટ્સ નામના એપાર્ટમેન્ટમાં રહેતી દિવ્યાબેન રમેશભાઈ કવા (ઉ.વ.30) નામની યુવતિએ સાંજે ઘરે ગળાફાંસો ખાઈ લેતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ અહિં ટુંકી સારવાર બાદ તબિબે તેણીને નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના મારફત થતાં તાલુકા પોલીસ સ્ટેશનના એએસઆઇ ડી. સી. જોષીએ જરૂૂરી કાર્યવાહી કરી હતી.

આપઘાત કરનાર દિવ્યાબેન ત્રણ બહેન અને એક ભાઇમાં ત્રીજા નંબરે હતાં. તેમના પિતા હયાત નથી. પરિવારજનના કહેવા મુજબ દિવ્યાબેનની સગાઇ આઠ મહિના પહેલા મોરબીના યુવાન સાથે થઇ હતી. આપઘાતનું કારણ જાણવા ન મળતાં પોલીસે તપાસ યથાવત રાખી છે.

Exit mobile version