Site icon Gujarat Mirror

કાલથી તમામ ફિલ્મોમાં સબટાઇટલ, ઓડિયો ડિસ્ક્રિપશન ફરજિયાત

સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનએ જાહેરાત કરી છે કે હવે બધી ભારતીય ફિલ્મોમાં સબટાઈટલ અને ઓડિયો ડિસ્ક્રિપશનનો શામેલ કરવા ફરજિયાત રહેશે. ફિલ્મોને વધુ સુલભ બનાવવાના હેતુથી આ નિયમે સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. નવા નિર્દેશ મુજબ, તે 15 માર્ચ, 2026 થી લાગુ કરવામાં આવશે. સેન્સર બોર્ડે ફિલ્મ નિર્માતાઓને પણ સલાહ આપી છે કે પ્રમાણપત્ર માટે ફિલ્મો સબમિટ કરતી વખતે સબટાઈટલ અને ઓડિયો ડિસ્ક્રિપશનનો શામેલ કરવામાં આવે.

નોંધનીય છે કે સબટાઈટલ અને ઓડિયો ડિસ્ક્રિપશન જેવી એક્સેસિબિલિટી ફિચર્ઝ પહેલાથી જ ઘણા આંતરરાષ્ટ્રીય ફિલ્મ માર્કેટમાં સામાન્ય છે અને વૈશ્વિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે. પરંતુ સેન્સર બોર્ડના નવા નિર્દેશ સાથે, ભારતીય સિનેમા પણ સમાન નિયમોને આધીન બનશે. સેન્સર બોર્ડે એમ પણ જણાવ્યું છે કે ફિલ્મ નિર્માતાઓએ તેમની ફિલ્મોનેE-Cinepramaan પોર્ટલ દ્વારા ડિજિટલ સિનેમા પેકેજ (DCP) તરીકે અપલોડ કરવી પડશે અને એક્સેસિબિલિટી ફિચર્ઝનો સમાવેશ કરવો પડશે. આ નિયમનો હેતુ દ્રશ્ય અથવા શ્રવણ ક્ષતિ ધરાવતા દર્શકો માટે સિનેમાને વધુ સુલભ બનાવવાનો છે.

Exit mobile version