શાળામા અનેકવાર ટીચર દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટનાઓ સામે આવે છે. ત્યારે રાજકોટ શહેરમા ગઇકાલે રેલનગરમાં આવેલ સ્કૂલમાં ધો.10નો વિદ્યાર્થી -છરી લઈ સ્કૂલે પહોંચી સહપાઠીને હાથમાં ઘા ઝીંકી દીધાનો વિડીયો વાયરલ થયો છે.હાલ આ મામલે હુમલાખોર સગીરે માંફી પત્ર લખી આપ્યો હતો. આ ઘટનામા પીડીત વિધાર્થીના વાલી દ્વારા છરી બતાવનાર વિધાર્થી વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની રજુઆત કરતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો અને પ્ર. નગર પોલીસમાં વિધાર્થી વિરુદ્ધ ગુનો નોંધી તેમને સકંજામાં લીધો હતો.
પોલીસ સુત્રોમાથી જાણવા મળ્યુ કે રેલનગરમાં આવેલ આર્શીવાદ સ્કૂલમાં ધો.10માં અભ્યાસ કરતા 15 વર્ષીય સગીરના વાલીઓએ જણાવ્યું હતું કે તેની સાથે જ અભ્યાસ કરતા આરોપી છાત્ર અવાર નવાર તેને હેરાન કરતો હતો.અગાઉ બે સ્કૂલના શિક્ષકો અને પ્રિન્સિપાલને ફરિયાદ કરી હતી.છતાં આરોપી છાત્ર હેરાન પરેશાન કરવાનું શરૂૂ રાખ્યું હતું. આજે મારો પુત્ર સ્કૂલ ગયો હતો.જયાં આરોપી છાત્રએ પોતાના બેગમાંથી છરી કાઢી હતી. અને મારા પુત્રના હાથમાં ઘા ઝીંકી દીધો હતો.બાદ શિક્ષક અને સ્કૂલ સંચાલકે આરોપી છાત્રની બેગ ચેક કરતા છરી મળી આવી હતી.
બાદ પુત્ર ઘરે આવી સ્કૂલમાં બનેલ ઘટનાની જાણ કરતા.અમો તાકિદે સારવાર અર્થે સિવિલ હોસ્પિ.માં લઈ ગયા હતા.આ મામલે સ્કૂલ સંચાલકોએ આરોપી છાત્રને સ્કૂલમાંથી કાઢી મુકયો છે. આ ઘટના મામલે સ્કુલ સંચાલકોનો સંપર્ક કરવામા આવતા તેઓએ જણાવ્યુ હતુ કે વિધાર્થીએ માફી પત્ર લખી આપ્યો છે. જો કે આ મામલે ફરીયાદી છાત્રના વાલીઓએ પોલીસ કાર્યવાહી કરવી હોય જેથી પોલીસનો સંપર્ક કર્યો હતો અને આરોપી છાત્ર હજુ વધુ એકવાર છરી બતાવી ધમકાવતો તેવો ડર લાગતા પ્રનગર પીઆઇ વસાવાની રાહબરીમા પીએસઆઇ બી. વી. બોરીસાગર અને સ્ટાફે આરોપી છાત્ર વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો હાલ આ ઘટનામા પોલીસે સીસીટીવી ફુટેજ કબજે લીધા હતા તેમજ ફરીયાદી છાત્ર માતા-પિતાએ કહયુ કે આરોપી છાત્રને અગાઉ ઘણી વખત સમજાવ્યો પરંતુ માનતો ન હતો અને અંતે તેમણે ધમકી આપતા સ્કુલના શિક્ષક હરેશભાઇ હેમંતભાઇ પટેલની ફરીયાદ પરથી આરોપી છાત્ર વિરૂધ્ધ બીએનએસની કલમ 223 અને જીપી એકટ 13પ મુજબ ગુનો નોંધવામા આવ્યો હતો.