Site icon Gujarat Mirror

દિલ્હીની યુનિવર્સિટીમાં છાત્રાને વાળ ખેંચી ફટકારી

દિલ્હીની સાઉથ એશિયન યુનિવર્સિટી (SAU)માં એક મહિલા વિદ્યાર્થીનીને માર મારવાની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વિદ્યાર્થી સંગઠન સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI) એ આરોપ લગાવ્યો છે કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)ના કાર્યકરોએ યુનિવર્સિટીના મેસમાં વિદ્યાર્થીઓને માર માર્યો છે. SFIનું કહેવું છે કે ABVPએ મહાશિવરાત્રિને કારણે મેસમાં ફક્ત શાકાહારી ભોજન પીરસવાની માંગ કરી હતી.

જ્યારે વિદ્યાર્થીઓ આ માંગણીનો વિરોધ કરવા લાગ્યા, ત્યારે ABVPના કાર્યકરોએ તેમને માર મારવાનું શરૂૂ કરી દીધું. વીડિયોમાં, ABVP ના સભ્યો મહિલાના વાળ ખેંચતા જોવા મળે છે. દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે, પીડિતાએ આ ઘટના વિશે પોલીસને જાણ કરી હતી. પોલીસ આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

ABVPએ આરોપોને નકારી કાઢ્યા અને કહ્યું કે ઘણા વિદ્યાર્થીઓએ મહા શિવરાત્રિના અવસર પર ઉપવાસ ભોજનની માંગણી કરી હતી. યુનિવર્સિટી પ્રશાસને આ માંગણી સ્વીકારી અને ખાસ શાકાહારી ભોજનની વ્યવસ્થા કરી. ABVPએ કહ્યું કે કેટલાક વિદ્યાર્થીઓ જાણી જોઈને ધાર્મિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને SFIના સભ્યોએ શાકાહારી ભોજનશાળામાં માંસાહારી ભોજન પીરસવાનો પ્રયાસ કર્યો હતો.

Exit mobile version