કાલે રાજ્ય સ્વાગત કાર્યક્રમ ; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાંભળશે નાગરિકોની ફરિયાદ

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના ઝડપી તથા અસરકારક નિવારણ માટે 23 જુલાઈ, ગુરુવારે ’રાજ્ય સ્વાગત’ ઓનલાઈન (Gujarat SWAGAT Program) જનફરિયાદ નિવારણ કાર્યક્રમ…

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના ઝડપી તથા અસરકારક નિવારણ માટે 23 જુલાઈ, ગુરુવારે ’રાજ્ય સ્વાગત’ ઓનલાઈન (Gujarat SWAGAT Program) જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની CM Bhupendra Patel) પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં યોજાનારા આ કાર્યક્રમમાં નાગરિકોને પોતાની ફરિયાદો અને રજૂઆતો રજૂ કરવાની તક મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ 2003માં શરૂૂ કરાયેલ ‘સ્વાગત’ (Gujarat SWAGAT Program) કાર્યક્રમ રાજ્ય સરકારની મહત્વપૂર્ણ જનફરિયાદ નિવારણ વ્યવસ્થા છે. દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોની ફરિયાદોનું પારદર્શક અને સમયસર નિરાકરણ લાવવાનો છે.
નાગરિકો 23 જુલાઈ, ગુરુવારે સવારે 8:00થી 11:00 વાગ્યા દરમિયાન ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ-2ના (જૂફક્ષિશળ જફક્ષસીહ 2) મુખ્યમંત્રી જનસંપર્ક એકમ ખાતે રૂૂબરૂૂ હાજર રહી પોતાની રજૂઆત અથવા (Gujarat SWAGAT Program) ફરિયાદ નોંધાવી શકશે.સરકારે સ્પષ્ટ કર્યું છે કે અરજદારોએ સવારે 11:00 વાગ્યા પહેલાં સ્વર્ણિમ સંકુલ-2 ખાતે પહોંચવાનું રહેશે, જેથી તેમની અરજી સ્વીકારી શકાય.

કાર્યક્રમના બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોર બાદ પ્રત્યક્ષ ઉપસ્થિત રહી નાગરિકોની (ઈશશિુંયક્ષ ઈજ્ઞળાહફશક્ષિં ઙજ્ઞિફિંહ) રજૂઆતો સાંભળશે. ફરિયાદોના ઝડપી અને હકારાત્મક નિરાકરણ માટે સંબંધિત વિભાગોના અધિકારીઓને સ્થળ પર જ જરૂૂરી સૂચનાઓ આપવામાં આવશે.’રાજ્ય સ્વાગત’ કાર્યક્રમ દ્વારા નાગરિકોને સરકાર સમક્ષ સીધી રીતે પોતાના પ્રશ્નો રજૂ કરવાની તક મળે છે. આ પહેલનો ઉદ્દેશ્ય લોકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવવાનો, શાસનને વધુ પારદર્શક બનાવવાનો અને જનસેવામાં કાર્યક્ષમતા વધારવાનો છે.