વાંકાનેર પાસે સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, 10.41 લાખનો દારુ-બીયર ઝડપાયો

વાંકાનેર જકાતનાકા ચાર રસ્તા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂૂ.10.41 લાખના વિદેશી દારૂૂ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. તપાસમાં સ્થાનિક બુટલેગર સહીત…

વાંકાનેર જકાતનાકા ચાર રસ્તા પાસે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી રૂૂ.10.41 લાખના વિદેશી દારૂૂ સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. તપાસમાં સ્થાનિક બુટલેગર સહીત ચારના નામ ખુલ્યા છે, દરોડામાં રૂૂ.35.49 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં ગેરકાયદેસર રીતે ધમધમતી દારૂૂ અને જુગારની પ્રવૃત્તિઓ પર કડક અંકુશ લાવવા માટે રાજય પોલીસ વડા જી.એસ. મલિક દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉચ્ચસ્તરીય સૂચનાઓના પગલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા સતત વોચ રાખીને સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે લાખો રૂૂપિયાના વિદેશી દારૂૂના જથ્થા સાથે મોટી સફળતા મેળવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ એ.જી. એનુરકર અને તેમની ટીમને મળેલી બાતમીના આધારે વાંકાનેર જકાતનાકા ચાર રસ્તા પાસે દરોડો પાડી વિદેશી દારૂૂ અને બીયરની આશરે 55 પેટીઓ, જેમાં કુલ 658 બોટલો જપ્ત કરવામાં આવી હતી.

પકડાયેલા દારૂૂના આ જથ્થાની કિંમત અંદાજે રૂૂ.10,41,674 જેટલી થાય છે. આ ઉપરાંત, દારૂૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાયેલ વાહન તેમજ અન્ય મુદ્દામાલ મળીને પોલીસે કુલ રૂૂ.35,49,074 મુદ્દામાલ કબજે કર્યો છે. સ્થળ પરથી શ્રવણકુમાર બુદ્ધરામ બિશ્નોઈ (રહે. વિરાવા, ચિતલવાના, જી. જાલોર, રાજસ્થાન) , વિકાસકુમાર સહીરામ બિશ્નોઈ (રહે. વિરાવા, ચિતલવાના, જી. જાલોર, રાજસ્થાન) , અશોકકુમાર લધુરામજી બિશ્નોઈ (રહે. કેરિયા, ચિતલવાના, જી. જાલોર, રાજસ્થાન) , રાહુલકુમાર રઘુનાથરામ બિશ્નોઈ (રહે. હાલીવાવ, ચિતલવાના, જી. જાલોર, રાજસ્થાન) ની ધરપડક કરવામાં આવી હતી.

જયારે આ કેસમાં સંડોવાયેલા અન્ય ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં કૈલાશ ઉર્ફે સંજુ બિશ્નોઈ (રહે. રાનીવાડા, જાલોર, રાજસ્થાન) , સંજીવ (રહે. ગુડગાંવ, હરિયાણા) અને વિપુલ (રહે. મોરબી) , ફોર્ચ્યુનર ફોર-વ્હીલર વાહન નંબર આરજે-14-યુકે-2540 નો માલિકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.