ગુજરાત
પીજી મેડિકલમાં પ્રવેશ માટે તા.18 નવેમ્બરથી સ્ટેટ કાઉન્સેલિંગ પ્રક્રિયા
નીટના પરિણામ જાહેર થયાના લાંબાગાળા બાદ કાર્યક્રમ જાહેર કરતા ફેબ્રુઆરી સુધી ચાલશે કાર્યવાહી
આ વર્ષે શૈક્ષણિક અભ્યાસ ક્રમમાં મોટાભાગના કોર્ષમાં વિલંબ થયો છે. જેના કારણે પ્રવેશ અને પરિક્ષા ઉપર પણ અસર થઈ રહી છે. ત્યારે નીટનું પરિણામ જાહેર થયાના લાંબાગાળા બાદ કાઉન્સીલનો પ્રોગ્રામ જાહેર કરવામાં આવ્યો છે. જે હવે ફેબ્રુઆરી સુધી ચાલશે.
પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં પ્રવેશ માટેની નીટનું પરિણામ જાહેર થયાના લાંબા સમય બાદ પીજી કાઉન્વેસિંગનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર થયેલા કાર્યક્રમ મુજબ પીજી મેડિકલમાં પ્રવેશ માટે આગામી તારીખ 18 નવેમ્બરથી સ્ટેટ કાઉન્સેલિંગની પ્રક્રિયા શરૂૂ થશે. મહત્ત્વનું એ છે કે, દર વર્ષે નવેમ્બર માસમાં પૂર્ણ થતી પ્રવેશ પ્રક્રિયા આ વખતે આગામી ફેબ્રુઆરી-2025 સુધી ચાલ્યા કરશે.
રાજ્યમાં એમ.ડી.-એમ. એસ.ની વર્ષ 2023-24માં 2563 બેઠકોની સામે વર્ષ 2024-25માં 2803 બેઠકો ઉપલબ્ધ છે. આજ ડિપ્લોમાની 39 મળીને ચાલુ વર્ષે 2842 બેઠકો છે. જેમાં અત્યાર સુધીમાં 4786 વિદ્યાર્થીઓએ પ્રક્રિયા પૂર્ણ કરી દીધી છે.