Site icon Gujarat Mirror

ધો.12 સાયન્સની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વાર્ષિક પરીક્ષા પૂર્વે આજથી પ્રાયોગિક પરીક્ષા શરૂૂ થઈ છે જેમાં કુલ 19032 જેટલા વિદ્યાર્થીઓ સાયન્સના અલગ અલગ વિષયોની પ્રેક્ટીકલ પરીક્ષા આપે છે. 16 ફેબ્રુઆરી સુધી ચાલનારી આ પ્રેક્ટીકલ પરીક્ષા બાદ 17 ફેબ્રુઆરીથી સીબી.એસ.ઈની બોર્ડની પરીક્ષા અને 26 ફેબ્રુઆરીથી ગુજરાત બોર્ડની ધોરણ 10 ની અને 12ની લેખિત પરીક્ષા યોજનાર છે જેને લઇને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજકોટના અલગ અલગ શહેરના 14 કેન્દ્રો ખાતે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે ઉપરાંત જિલ્લામાં કુલ 22 પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યા છે આ તમામ પરીક્ષા કેન્દ્રો ઉપર બે અલગ અલગ સત્રમાં પરીક્ષા લેવામાં આવશે જેમાં પ્રથમ સત્ર માં સવારે 10 થી એક અને બીજા સત્રમાં બપોરે 2 થી 5 સુધી આ પરીક્ષા યોજાશે આ પરીક્ષા ને લઈને બોર્ડ દ્વારા જોનલ કક્ષાના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સ્ટાફ અને બાહ્ય મૂલ્યાંકનના સ્ટાફને પણ ફરજ સોંપવામાં આવી છે.

રાજકોટ જિલ્લાના કેન્દ્રોની વાત કરીએ તો રાજકોટ જિલ્લાના કુલ 22 કેન્દ્ર પરથી ધો.12 સાયન્સના કુલ 19,032 વિદ્યાર્થીઓની પ્રાયોગિક પરીક્ષા આપશે. શહેરમાં 14 સેન્ટર ઉપરાંત ધોરાજીમાં 4 સેન્ટર, જેતપુરમાં 1 સેન્ટર, ગોંડલમાં 2 સેન્ટર અને જસદણમાં 1 સેન્ટર ફાળવવામાં આવ્યુ છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહ માં કુલ ત્રણ વિષયોમાં વિદ્યાર્થીઓ પ્રાયોગિક પરીક્ષા આપશે. ફિઝિક્સ માં 7,733 તો કેમિસ્ટ્રીમાં 7,733 અને બાયોલોજીમાં 3,566 વિદ્યાર્થીઓની કસોટી લેવાશે.

પરીક્ષા આપવા આવતા વિદ્યાર્થીઓને તેમના નિયત સમય કરતા 45 મિનિટ વહેલા કેન્દ્ર ઉપર પહોંચવા માટે શિક્ષણ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હોય આજથી શરૂૂ થયેલી આ પ્રેક્ટીકલ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ પોતાના ભાવિ ની કસોટી આપી હતી.

ફિઝિક્સ કેમેસ્ટ્રી અને બાયોલોજીની યોજાયેલી પ્રેક્ટિલ પરીક્ષા બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, પરીક્ષામાં બોર્ડનો સ્ટાફ શિક્ષણ અધિકારીની કચેરીએથી અધિકારી અને બાહ્ય મૂલ્યાંકનકારોનો સ્ટાફ ને ફરજ સોંપવામાં આવી.ઉલ્લેખનિય છે કે,આગામી તા.26મી ફેબ્રુઆરીથી બોર્ડની લેખિત પરીક્ષાનો પ્રારંભથવા જઈ રહ્યો છે. જેમાં રાજકોટમાં કુલ 78,000 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

Exit mobile version