Site icon Gujarat Mirror

ઇરાની કપ અને વિન્ડિઝ પ્રવાસ માટે ટીમો જાહેર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા ક્રિકેટ ચાહકો માટે એકસાથે ત્રણ અલગ-અલગ ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતમાં સ્થાનિક ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટ ઈરાની કપ અને આગામી વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે તેમજ T20I શ્રેણી માટે ભારતીય ખેલાડીઓના નામ જાહેર કરાયા છે. આગામી સમયમાં રમાનારી આ મહત્વપૂર્ણ મેચો માટે પસંદગીકારોએ યુવા ખેલાડીઓ અને અનુભવી ખેલાડીઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.

આ ઉપરાંત, ટીમમાં માનવ સુથાર, સરંશ જૈન, મુકેશ કુમાર અને આકાશ દીપ જેવા પ્રતિભાશાળી ખેલાડીઓને તક મળી છે. જોકે, આકાશ દીપનું રમવું તેની ફિટનેસ પર નિર્ભર રહેશે. આ પ્રતિષ્ઠિત મેચ રેસ્ટ ઓફ ઈન્ડિયા અને રણજી ટ્રોફી ચેમ્પિયન જમ્મુ અને કાશ્મીર વચ્ચે રમાશે. આ મુકાબલો 1 થી 5 ઓક્ટોબર, 2026 દરમિયાન શ્રીનગરના ઐતિહાસિક શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાશે.

ટીમમાં ઋષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), સરફરાઝ ખાન (ઉપ-કેપ્ટન), સનત સાંગવાન, શિખર મોહન, સુદીપ ઘરામી, સ્મરણ રવિચંદ્રન, માનવ સુથાર, સરંશ જૈન, આકાશ દીપ, મુકેશ કુમાર, મુકેશ ચૌધરી, આર્યન જુયાલ (વિકેટકીપર), આર્યન પાંડે, અનુકુલ રોય અને આયુષ દોસેજાનો સમાવેશ કરાયો છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણી માટે ટીમ
સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ સામે રમાનારી 3 મેચની વનડે (ODI) શ્રેણી માટે પણ 15 સભ્યોની ટીમ જાહેર કરવામાં આવી છે. શુભમન ગિલને કેપ્ટનશિપ સોંપવામાં આવી છે. ઋષભ પંતને ઈરાની કપનો કેપ્ટન બનાવવામાં આવ્યો હોવા છતાં, તેને આ વનડે ટીમમાં સ્થાન મળ્યું નથી, જેણે ઘણા ચાહકોને આશ્ચર્યમાં મૂક્યા છે.
વનડે ટીમમાં શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), રુતુરાજ ગાયકવાડ, ધ્રુવ જુરેલ (રિઝર્વ વિકેટકીપર), નીતીશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, પ્રસિદ્ધ કૃષ્ણ, મોહમ્મદ સિરાજ, કુલદીપ યાદવ, ગુરનુર બ્રાર, આકિબ નબી, યશસ્વી જયસ્વાલ અને નમન ધીરને સમાવાયા છે.

વેસ્ટ ઈન્ડિઝ સામેની T20I શ્રેણી માટેની ટીમ
ઓક્ટોબર મહિનામાં વેસ્ટ ઈન્ડિઝ સામે 5 મેચની ઘરેલુ T20I શ્રેણી પણ રમાવાની છે. આ આક્રમક ફોર્મેટ માટે શ્રેયસ અય્યરને કેપ્ટન અને યુવા ખેલાડી તિલક વર્માને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
T20 ટીમમાં શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા (ઉપ-કેપ્ટન), અભિષેક શર્મા, વૈભવ સૂર્યવંશી, ઈશાન કિશન (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, કુલદીપ યાદવ, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, નીતીશ કુમાર રેડ્ડી, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ અને મયંક યાદવનો સમાવેશ કરાયો છે.

Exit mobile version