Site icon Gujarat Mirror

T-20 વર્લ્ડ કપ ફાઈનલ માટે મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડશે સ્પેશિયલ ટ્રેન

અમદાવાદમાં યોજાનારા T20 વર્લ્ડ કપ ફાઈનલને જોતા મુસાફરોની વધતી ભીડને સંભાળવા માટે પશ્ચિમ રેલવેએ ખાસ તૈયારી કરી છે. આ અંતર્ગત મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ટ્રેનો સ્પેશિયલ ભાડા પર ચલાવવામાં આવશે, જેનાથી ફેન્સ અને મુસાફરોને મુસાફરીનો વધારાનો વિકલ્પ મળી શકશે. આજે રાત્રે મુંબઈથી અમદાવાદ માટે બે સ્પેશિયલ ટ્રેનો અને આવતીકાલે સવારે બે ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદમાં યોજાનારી મોટી મેચને જોતા મોટી સંખ્યામાં ક્રિકેટ ફેન્સ ત્યાં પહોંચશે તેવી અપેક્ષા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મુંબઈ સેન્ટ્રલ અને અમદાવાદ વચ્ચે બે વધારાની સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.

ટ્રેન નંબર 09027/09028 મુંબઈ સેન્ટ્રલઅમદાવાદ અઈ સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ: આ તેજસ સ્પેશિયલ ટ્રેન શનિવાર 7 માર્ચ 2026 ના રોજ રાત્રે 11:45 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી રવાના થશે અને બીજા દિવસે સવારે 8:30 વાગ્યે અમદાવાદ પહોંચશે. પરત ફરતી વખતે ટ્રેન નંબર 09028 સોમવાર 9 માર્ચ 2026 ના રોજ વહેલી સવારે 3:00 વાગ્યે અમદાવાદથી ચાલશે અને સવારે 11:15 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. મુસાફરી દરમિયાન આ ટ્રેન બોરીવલી, વાપી, સુરત, ભરૂૂચ અને વડોદરા સ્ટેશનો પર રોકાશે. મુસાફરોની સુવિધા માટે તેમાં ફર્સ્ટ AC, AC 2 -ટાયર અને AC 3-ટાયર જેવા પ્રીમિયમ કોચ લગાવવામાં આવશે.

ટ્રેન નંબર 09021/09022 મુંબઈ સેન્ટ્રલઅમદાવાદ અઈ સુપરફાસ્ટ સ્પેશિયલ: બીજી સ્પેશિયલ ટ્રેન 8 માર્ચ 2026 ના રોજ સવારે 6:20 વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી ચાલશે અને બપોરે 12:40 વાગ્યે અમદાવાદ પહોંચશે. આ જ દિવસે પરત ફરતી વખતે ટ્રેન નંબર 09022 બપોરે 3:10 વાગ્યે અમદાવાદથી રવાના થશે અને રાત્રે 9:45 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચી જશે. આ ટ્રેનનું સ્ટોપેજ પણ બોરીવલી, વાપી, સુરત, ભરૂૂચ અને વડોદરા સ્ટેશનો પર રહેશે. મુસાફરોને વધુ સારો અનુભવ આપવા માટે તેમાં વિસ્ટાડોમ, એક્ઝિક્યુટિવ અનુભૂતિ, એક્ઝિક્યુટિવ ચેર કાર અને અઈ ચેર કાર જેવા આધુનિક કોચ સામેલ કરવામાં આવ્યા છે.

Exit mobile version