સ્પેનના ખેલાડી યમાલનો મેદાનમાં જ રોમાન્સ

અહીં ન્યૂ જર્સી સ્ટેડિયમમાં સ્પેને આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં 1-0થી હરાવ્યું ત્યાર પછી સ્પેનના ખેલાડીઓ અને હજારો પ્રેક્ષકો જીતની યાદગાર ઉજવણીમાં મશગૂલ હતા ત્યારે…

અહીં ન્યૂ જર્સી સ્ટેડિયમમાં સ્પેને આર્જેન્ટિનાને ફિફા વર્લ્ડ કપની ફાઇનલમાં 1-0થી હરાવ્યું ત્યાર પછી સ્પેનના ખેલાડીઓ અને હજારો પ્રેક્ષકો જીતની યાદગાર ઉજવણીમાં મશગૂલ હતા ત્યારે મેદાનના એક હિસ્સામાં સ્પેનના ટીનેજ ખેલાડી લેમિન યમાલ અને તેની ગર્લફ્રેન્ડ રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યા હતા. રવિવારની ફિફા ફાઇનલમાં આર્જેન્ટિનાના ખેલાડીઓને અને ખાસ કરીને લિયોનેલ મેસીને કાબૂમાં રાખવામાં તેમ જ સ્પેન વતી વારંવાર પાવરફુલ શોટમાં બોલને ગોલપોસ્ટ તરફ મોકલવામાં યમાલનું મોટું યોગદાન હતું.

યમાલ જ્યારે ફાઇનલ પછી સાથીઓ સાથે ખૂબ ઉજવણી કર્યા બાદ થાકીને મેદાન પર બેઠો હતો અને કેમેરામેન તેનો વીડિયો લઈ રહ્યો હતો તથા ફોટા પાડી રહ્યો હતો ત્યારે યમાલની ગર્લફ્રેન્ડ ઇનેસ (Ines) ગાર્સિયા સેન્ટોસ પહેલાં તો તેની પાસે બેઠી હતી અને બન્નેએ થોડી વાતચીત કરી હતી. થોડી ક્ષણો બાદ ઇનેસ ગાર્સિયા ઊભી થઈ હતી, યમાલ પાસે આવી હતી અને તેનો ચહેરો ચૂમી લીધો હતો. યમાલે એક ઇશારામાં તેને એવું કરવાની ના પાડી હતી, પણ ઇનેસે વારંવાર તેને કિસ કરી હતી. ત્યાર બાદ બન્નેએ ફોટોગ્રાફરને પોઝ પણ આપ્યા હતા.