રાષ્ટ્રીય
વાવ વિધાનસભાની ચૂંટણી, અથડામણોના ભયથી સઘન સુરક્ષા
કોંગ્રેસ માટે બેઠક જાળવવાનો જંગ, ભાજપ માટે સંસદની હારનો બદલો લેવાની તક અને અપક્ષ માવજી પટેલ પાણી બતાવી દેવા મેદાને
બનાસકાંઠા જિલ્લાની વાવ ધારાસભા બેઠકની હાઇવોલ્ટેજ પેટા ચૂંટણી આવતી કાલ તા.13ના રોજ યોજાનાર છે ત્યારે વહિવટીતંત્ર દ્વારા મતદાનની વ્યવસ્થાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.વાવ-થરાદ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર બનાસકાંઠા સંસદની બેઠક ઉપર ચૂંટાતા યોજાનાર વાવ-થરાદની પેટાચૂંટણીમાં કોંગ્રેસ માટે આ બેઠક બચાવવાનો જંગ છે જયારે ભાજપ બનાસકાંઠા સંસદની બેઠકની હારનો બદલો લેવા તલપાપડ છે તો ભાજપના બળવાખોર ઉમેદવાર માવજીભાઇ ચૌધરી પટેલ પણ પાણી બતાવી દેવા મેદાને પડયા છે.આવતીકાલે તા.13ના રોજ મતદાન થનાર છે.
જયારે તા.23નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને ઝારખંડની ચૂૂંટણીઓ સાથે મતગણતરી થનાર છે.આવતીકાલની વાવની પેટાચૂંટણીમાં કાર્યકરો વચ્ચે અથડામણો થવાના ડરથી તંત્ર દ્વારા જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આજે સવારથી તમામ મતદાન મથકો સુરક્ષા જવાનોને હવાલે કરી દેવામાં આવેલ છે.મતદાન યોજાશે ગઈકાલે સાંજે 5:00 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ જતા હવે ઉમેદવારો ડોરકુડોર પ્રચાર કરી મતદારોને છેલ્લી ઘડી સુધી રિઝવવાનો પ્રયાસ કરશે આવતીકાલે મતદાન પૂર્વે આજની રાત કતલની રાત ગણવામાં આવી રહી છે કેન્દ્રીય ચૂંટણી પચં દ્રારા મતદાનને લઈને તમામ કાર્યવાહી સંપન્ન કરી દેવાય છેવાવ વિધાનસભા પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે. જે માટે 321 જેટલા પોલિંગ સ્ટેશનો છે.
આવતીકાલે 13મી નવેમ્બર 2024ના રોજ 3,10,681 જેટલા મતદારો પોતાના મત અધિકારનો ઉપયોગ કરીને દસ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.આવતીકાલે વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે હવે તેના માટેનો પ્રચાર અંતિમ ચરણમાં છે. મતદારોને રીઝવવા માટે ઉમેદવારો મરણિયા પ્રયાસો કરી રહ્યા છે. વાવ વિધાનસભા બેઠક પરની ચૂંટણી ખૂબ જ રસપ્રદ બની રહેવાની છે કારણ કે આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જગં ખેલાઈ રહ્યો છે. આવતીકાલે મતદાન હોવાથી ગઈકાલે સોમવારે સાંજે પાંચ વાગ્યાથી ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે.લોકસભાની ચૂંટણીમાં વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા બાદ આ બેઠક ખાલી પડી છે. યારથી આ બેઠક પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.’
કાલે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ એમ ત્રિપાંખીયો જગં આ આ બેઠક પર જામ્યો છે. આ બેઠક પરથી કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને, ભાજપે સ્વપજી ઠાકોર અને ભાજપમાંથી બળવો કરીને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર માવજી પટેલે ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પર કુલ 10 ઉમેદવારો મેદાનમાં છે.ટુકમા આ વિધાનસભાની બેઠક જીતવા માટે ભાજપકોંગ્રેસ બન્ને મરણીયા પ્રયાસ કરી રહયુ છે.તા.23મીએ મતગણતરી વખતે જ મતદારો કોના પર રિઝશે તેનો ખ્યાલ આવશે.