જે ક્ષણની રાહ ફેન્સ મહિનાઓથી જોઈ રહ્યા હતા, આખરે તે આવી ગઈ. સાઉથ એક્ટર નાગા ચૈતન્ય અને એક્ટ્રેસ શોભિતા ધુલિપાલાના હૈદરાબાદના અન્નપૂર્ણા સ્ટુડિયોઝમાં ધૂમધામથી આ લગ્ન થઈ રહ્યા છે. સેરેમનીમાં વર અને ક્ધયાનો અંદાજ જોવાલાયક હતો. નાગા ચૈતન્ય અને શોભિતાના લગ્નની તસવીર પણ સામે આવી ગઈ છે. જેમાં બંનેને અંદાજ ખૂબ જ હટકે લાગી રહ્યો છે. ટ્રેડિશનલ આઉટફિટમાં ચૈતન્ય અને શોભિતાને જોઈ શકાય છે. એક્ટરે હિન્દુ રીતિ રિવાજથી થયેલા પોતાના લગ્ન માટે ઓફ વ્હાઈટ ધોતી અને કુર્તા પહેર્યો હતો. તો વળી શોભિતા ગોલ્ડન કાંજીવરમ સાડી અને ટ્રેડિશનલ ઘરેણાં પહેરેલી જોવા મળે છે. કપલની સુંદર અને ખુશી જોવા જેવી છે. શોભિતાની સ્માઈલ પણ કહી રહી છે કે પોતાની જિંદગીના આ નવા પડાવને લઈને કેટલી ઉત્સાહિત છે. વર ચૈતન્ય પણ પોતાની પત્ની સાથે ખુશ દેખાઈ રહ્યો છે.
સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલાના લગ્ન સંપન્ન

