Site icon Gujarat Mirror

સૌરવ ગાંગૂલીએ ઉત્તમ સાહા સામે 50 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો

મેસ્સીના આગમન સમયે લેક સ્ટેડિયમની ઘટના કારણભૂત

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગૂલીએ કોલકાતાના લાલબજારમાં ઉત્તમ સાહા સામે ફરિયાદ નોંધાવી છે. ગાંગૂલીનો આરોપ છે કે, સાહાએ તેને યુવા ભારતી સ્ટેડિયમની ઘટનામાં જાણી જોઈને ફસાવ્યો અને તેના વિરુદ્ધ ખોટા, દુર્ભાવનાપૂર્ણ અપમાનજનક નિવેદન આપીને તેની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું છે.જણાવી દઈએ કે, દિગ્ગજ ફૂટબોલર લિયોનલ મેસ્સીની ઇવેન્ટ દરમિયાન સોલ્ટ લેક સ્ટેડિયમમાં અફરાતફરી મચી ગઈ હતી.

ગાંગૂલીએ પોતાની ફરિયાદમાં કહ્યું કે, ઉત્તમ સાહાએ તેના વિશે સતત ખોટા અને માનહાનિપૂર્ણ આરોપ લગાવ્યા, જે ન માત્ર તેના વ્યક્તિગત સન્માનને ઠેસ પહોંચાડે છે, પરંતુ સાર્વજનિક રીતે પણ તેના વ્યક્તિત્વ અને પ્રતિષ્ઠાને બદનામ કરે છે. સૌરવ ગાંગૂલીએ કહ્યું કે, આ બધું ઇરાદાપૂર્વક અને ઉદ્દેશ્યપૂર્વક કરવામાં આવ્યું છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને સાહાને લીગલ નોટિસ મોકલી અને હવે તેઓએ 50 કરોડની માનહાનિનો કેસ દાખલ કર્યો છે. ગાંગુલીનું કહેવું છે કે, આ આરોપનો કોઈ વાસ્તવિક આધાર નથી અને તેને ખોટી રીતે જાહેર કરવામાં આવ્યા છે.

ઘટનાના દિવસે સૌરવ ગાંગૂલી સોલ્ટ લેક સ્ટેડિયમમાં ઉપસ્થિત હતા, પરંતુ તે એક અલગ વિસ્તારમાં હતા અને હલચલ વચ્ચે નિરાશ થઈ ત્યાંથી જતા રહ્યાં હતા. ગાંગૂલીએ એ પણ સ્પષ્ટ કર્યું કે તે માત્ર અતિથિ રૂૂપે કાર્યક્રમમાં સામેલ થયા હતા અને તેનો લિયોનલ મેસ્સીના કાર્યક્રમ સાથે કોઈ સંબંધ નહોતો.

Exit mobile version