ગુજરાત

પોલીસના ‘જેમ્સ બોન્ડ’ બન્યા સ્નિફર ડોગ, છ માસમાં આઠ ગંભીર ગુનાના ભેદ ઉકેલ્યા

Published

on


ગુજરાત પોલીસના સ્નિફર ડોગ્સે ફરી એકવાર તેમની કુશળતા સાબિત કરી છે. છેલ્લા છ મહિનાના સમયગાળામાં, સ્નિફર ડોગ્સની ટીમે 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
આ કામગીરીની રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે પ્રસંશા કરી સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.છેલ્લા છ મહિનામાં ગુજરાત પોલીસના નાર્કોટીક્સ ડોગ્સ દ્વારા ગાંજાના જથ્થાને શોધી એન.ડી.પી.એસના બે કેસ કરવામાં આવ્યા છે.


જે અંતર્ગત તા.21મી ઓક્ટોબર-2024ના રોજ ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાંથી તાલીમબદ્ધ નાર્કોટિક્સ ડોગ નગુલાબથએ સ્ટીલના ડબ્બામાં અથાણા અને રસગુલ્લા મિઠાઇની વચ્ચે આખી સેલોટેપ વિંટળીને સંતાડેલો ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો.


જ્યારે તા.14મી ઓક્ટોબર-2024ના રોજ નકેપ્ટોથ ડોગે રાજકોટ જિલ્લાના ધોરાજી વિસ્તારમાં એક આરોપીના ઘરના સર્ચ દરમિયાન બાથરૂૂમમાં સંતાડેલો 12 કિલો ગાંજો શોધી આપ્યો હતો.


બીજી તરફ જ્યારે ચોરી, ઘરફોડ, બળાત્કાર અને હત્યા જેવા ગંભીર 6 ગુનાઓમાં ટ્રેકર ડોગ્સ એ ગુનેગારો સુધી પહોંચવામાં મદદ કરી છે. તા.14/10ના રોજ નબીનાથ ડોગને ભાવનગર ખાતે હત્યાના બનાવ સ્થળેથી મૃતકની આજુબાજુની જગ્યા તથા લોહીના ડાઘની સ્મેલ આપી ટ્રેક કરાવતા નેશનલ હાઇવે સુધી દોડીને ત્રણ આરોપીઓને ફાઇન્ડ આઉટ કરી આપ્યા હતા.


જ્યારે તા.14/10ના રોજ નપેનીથ ડોગે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં થયેલી રૂૂ.1.07 કરોડની ચોરીનો ગુનો એક સ્કુલ બેગ અને પાણી બોટલ સુંઘીને ડિટેક્ટ કરાવ્યો હતો.


સુરત ગ્રામ્ય વિસ્તારના એક બળાત્કારના ગુનામાં તા. 9મી ઓક્ટોબરે-2024ના રોજ નપાવરથ ડોગે ચંપલની સ્મેલથી ગુનામાં વપરાયેલા બાઇક સુધી પહોંચાડવામાં પોલીસને મદદ કરી હતી.


તા.10/09 રોજ પોરબંદરમાં ગેસ કટરથી પવનચક્કીને રૂૂ.1.10 લાખનું નુક્શાન કરનાર આરોપીને રેમ્બો ડોગની મદદથી પકડી પાડવામાં પોલીસને સફળતા મળી હતી. તેવી જ રીતે તા.6/08 રોજ પાટણમાં થયેલી ઘરફોડ ચોરીને નવેલ્ટરથ ડોગે આર્ટીકલની સ્મેલથી બે આરોપીઓ સુધી પહોંચી ગુનાને ડીટેક્ટ કરવામાં મદદ કરી હતી.
તા.17મી મે-2024ના રોજ વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં થયેલી ચોરીને નગીગલીથ ડોગે સાણસી અને પેટીના નકુચાની સ્મેલ લઇ પોલીસને છેક આરોપીના ઘર સુધી પહોંચાડી દીધી અને ગુનો ડિટેક્ટ કરવામાં મદદ કરી હતી.આમ, છ મહિનામાં ગુજરાત પોલીસના તાલીમબદ્ધ સ્નિફર ડોગ્સની મદદથી 8 ગુનાઓ સફળતાપૂર્વક ઉકેલાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version