ગુજરાત
ભાટિયામાં બંધ મકાનમાં તસ્કરો ત્રાટક્યા: રૂા.1.40 લાખની ચોરી
ધુમલીમાં વૃધ્ધને ધમકી: મેવાસાના યુવાન પર હુમલો: ડાંગરવડ ગામે દંપતી-પુત્ર પર ચારનો હુમલો
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા અને ભંગાર લે-વેચના વ્યવસાય સાથે સંકળાયેલા દેવશીભાઈ ઉર્ફ અનિલભાઈ જેઠાભાઈ મકવાણા નામના 32 વર્ષના યુવાનના રહેણાંક મકાનમાં બુધવારે રાત્રિના બે વાગ્યાથી ગુરુવારે બપોરના આશરે 12 વાગ્યાના સમયગાળા દરમિયાન તસ્કારોએ બારી વાટે અનધિકૃત રીતે અપપ્રવેશ કર્યો હતો. અહીં ઘૂસેલા અજાણ્યા તસ્કરોએ મકાનના રૂૂમમાં રહેલા લોખંડના કબાટની તિજોરી તોડીને તેમાં રાખવામાં આવેલા રૂૂપિયા 80,000 રોકડા તથા ફરિયાદી દેવશીભાઈના ધર્મપત્નીના સોનાના દાગીના તેમજ પુત્રીની સોનાની બુટી વિગેરે મળી કુલ રૂૂપિયા 60 હજારના સોનાના દાગીના મળી, કુલ રૂૂ. 1,40,000 ના મુદા માલની ચોરી કરીને લઈ ગયાનો ખુલવા પામ્યો છે. આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે અજાણ્યા તસ્કરો સામે ઘરફોડીનો ગુનો નોંધી, આ પ્રકરણમાં પી.એસ.આઈ. કે.પી. ઝાલા દ્વારા વિવિધ દિશાઓમાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
વૃદ્ધને મારી નાખવાની ધમકી: કૌટુંબીક શખ્સ સામે ફરિયાદ
ભાણવડ તાબેના ઘુમલી ગામે રહેતા ભગુભાઈ છગનભાઈ આરીઠીયા નામના 65 વર્ષના કોળી વૃદ્ધ સાથે કોઈ બાબતે બોલાચાલી કરી, તેના તેમના જ પરિવારના નાગજીભાઈ ઉર્ફે નગાભાઈ છગનભાઈ આરેઠીયાએ લાકડી વડે બેફામ માર મારી, બિભત્સ ગાળો કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે ભાણવડ પોલીસ મથકમાં જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
યુવાન પર ત્રણ શખ્સો દ્વારા જીવલેણ હુમલો
દ્વારકા તાલુકાના મેવાસા ગામે રહેતા મનીષભા બાલાભા માણેક નામના 24 વર્ષના યુવાનને આ જ ગામના રૂૂપસંગ ઉર્ફે રૂૂપલો વાલાભા માણેક નામના શખ્સ સાથે આજથી આશરે ચારેક વર્ષ પૂર્વે ઝઘડો થયો હતો. જે બાબતનું મનદુ:ખ રાખીને આરોપી રૂૂપસંગ રૂૂપે રૂૂપલો માણેક તેમજ અન્ય આરોપીઓ પ્રતાપભા ભોજાભા માણેક અને રણમલભા સામળાભા સુમણિયા નામના કુલ ત્રણ શખ્સોએ પૂર્વયોજીત કાવતરું રચીને ફરિયાદી મનીષભાને જાનથી મારી નાખવાના ઈરાદાથી સુરજકરાડી વિસ્તારમાં આવેલા એક મેડિકલ સ્ટોર પાસે અટકાવીને બુધવારે સાંજના સમયે તેમના પણ લોખંડની ટોમી વડે જીવલેણ હુમલો કરી, ગંભીર ઇજાઓ કર્યાની તેમજ બિભત્સ ગાળો કાઢીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસે તમામ ત્રણ શખ્સો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.આઈ. તુષાર પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
દંપતિ – પુત્ર ઉપર હુમલો: ચાર સામે ફરિયાદ
કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા રામભાઈ અરજનભાઈ મોઢવાડિયા નામના 18 વર્ષના યુવાનને તેના મોટાબાપુ સાથે ચાલવાના રસ્તા બાબતે એકાદ મહિના પૂર્વે મનદુ:ખ થયું હોય, જેના કારણે ટ્રેક્ટર રસ્તામાં કેમ રાખે છે? તેમ કહીને હમીર કરસનભાઈ મોઢવાડિયા, હાથીયા રમણભાઈ મોઢવાડિયા, પરબત વસ્તાભાઈ મોઢવાડિયા અને મિલન પરબત મોઢવાડિયા નામના ચાર શખ્સોએ ગેડિયા અને લાકડી વડે હુમલો કરી, ફરિયાદી રામભાઈ, તેમના પિતા અરજનભાઈ વસ્તાભાઈ મોઢવાડિયા અને માતા લીલુબેન ઉપર હુમલો કરી, ઈજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાઈ છે.