સ્મૃતિ મંધાના ભારતીય મહિલા ટીમની નવી કેપ્ટન: BCCIની જાહેરાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર થયો છે. હરમનપ્રીત કૌરની જગ્યાએ સ્મૃતિ મંધાનાને કેપ્ટન બનાવવામાં આવી છે. BCCI એ ગુવાહાટીમાં મળેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય…

ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં મોટો ફેરફાર થયો છે. હરમનપ્રીત કૌરની જગ્યાએ સ્મૃતિ મંધાનાને કેપ્ટન બનાવવામાં આવી છે. BCCI એ ગુવાહાટીમાં મળેલી બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. સ્મૃતિ મંધાનાએ લાંબા સમય સુધી મહિલા ટીમના વાઇસ-કેપ્ટન તરીકે સેવા આપી હતી. સ્મૃતિ મંધાના હરમનપ્રીત પાસેથી શીખી અને તેની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. મંધાનાએ અગાઉ પોતાની કેપ્ટનશીપ કૌશલ્ય સાબિત કરી છે. તેણીએ 2024 અને 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને મહિલા પ્રીમિયર લીગ WPL ટાઇટલ જીતાડયું હતું. સ્મૃતિ મંધાના 2013 થી ભારતીય ટીમનો ભાગ છે અને કપ્તાનીનો તેણે નોંધપાત્ર અનુભવ છે. સ્મૃતિ મંધાનાને ODI અને T20I માટે કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી છે. તેણીએ અગાઉ 18 T20I અને ચાર ODIમાં ટીમનું નેતૃત્વ કર્યું છે.

ઇઈઈઈંના પ્રમુખ મિથુન મન્હાસે કહ્યું કે તેમને મંધાનાની ક્ષમતાઓ પર સંપૂર્ણ વિશ્વાસ છે, અને તેણીએ પોતાને સાબિત કરી છે. મિથુન મિન્હાસે કહ્યું, હું સ્મૃતિ મંધાનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત થવા બદલ અભિનંદન આપું છું. તે ઘણા વર્ષોથી ભારતીય ક્રિકેટનો અભિન્ન ભાગ રહી છે અને તેણીએ સતત તેની કેપ્ટનશિપ ક્ષમતા સાબિત કરી છે.