મનોરંજન
વર્ષો બાદ ટીવી પર કમબેક કરી રહી છે સ્મૃતિ ઈરાની!! આ સુપરહિટ શોમાં ભજવશે મહત્ત્વનો રોલ
એક્ટ્રેસમાંથી રાજકારણી બનેલી સ્મૃતિ ઈરાનીએ ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થીના શોથી નામ-પ્રસિદ્ધિ મેળવી હતી. ત્યારે હવે સ્મૃતિ ઈરાની 15 વર્ષ બાદ ટીવી પર કમબેક કરી રહી છે. એવા અહેવાલો છે કે અનુપમામાં સ્મૃતિ ઈરાની ખાસ કેમિયો કરતી જોવા મળશે.
સ્મૃતિ ઈરાની રૂપાલી ગાંગુલી સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે. બંનેને સાથે જોવું એ ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નથી. જોકે, શોમાં સ્મૃતિની એન્ટ્રીને લઈને હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
અનુપમાની વાત કરીએ તો તાજેતરમાં શોમાં 15 વર્ષનો લીપ આવ્યો છે. આ શોમાં ઘણા નવા પાત્રોને રજૂ કરવામાં આવ્યા છે અને ઘણા જૂના સ્ટાર્સે શો છોડી દીધો છે. રૂપાલી ગાંગુલી, અરવિંદ વૈદ્ય અને અલ્પના બુચ હજુ પણ શોનો એક ભાગ છે. મેકર્સ શોને મનોરંજક બનાવવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.
તમને જણાવી દઈએ કે લીપના કારણે ઘણા કલાકારોએ શો છોડી દીધો હતો. આ લિસ્ટમાં સુધાંશુ પાંડે, મદાલસા શર્મા, નિધિ શાહ, નિશી સક્સેના, ગૌરવ શર્મા, કુંવર અમર સિંહ અને ભટનાગરે શો છોડી દીધો છે.
હવે અલીશા પરવીનઆ શોમાં આધ્યાના રોલમાં છે. શોમાં અલીશાની લવ સ્ટોરી બતાવવામાં આવશે. આ શોમાં તેની સામે શિવમ ખજુરિયા જોવા મળશે.
સ્મૃતિ ઈરાનીની અભિનય કારકિર્દી વિશે વાત કરીએ તો, તેણે 1998 માં સૌંદર્ય સ્પર્ધા મિસ ઈન્ડિયામાં ભાગ લીધો હતો. આ સિવાય તે બોલિયાં ગીતમાં પણ જોવા મળી હતી. તેણે 2000માં અભિનયની શરૂઆત કરી હતી. તે આતિશ અને હમ હૈ કલ આજ ઔર કલમાં જોવા મળી હતી. કવિતામાં પણ કામ કર્યું. આ પછી તેને એકતા કપૂરનો શો ક્યૂંકી સાસ ભી કભી બહુ થી મળ્યો. આ એક સુપરહિટ શો છે. સ્મૃતિ તુલસીના રોલમાં જોવા મળી હતી. આ શોએ તેને ઘર-ઘરમાં જાણીતી બનાવી. સ્મૃતિએ 2007માં શો છોડી દીધો હતો. જો કે, તેણે 2008માં એક ખાસ એપિસોડ માટે પુનરાગમન પણ કર્યું હતું.