ક્રાઇમ

ચોટીલાથી જસદણ વચ્ચે દેશી દારૂના સપ્લાય નેટવર્ક ઉપર એસએમસી ત્રાટકી

Published

on

સ્ટેટ મોનીટરીંગ સેલે ચોટીલાથી રાજકોટના જસદણ પંથકમાં ચાલતા દેશી દારૂ સપ્લાયના રેકેટનો પર્દાફાશ કર્યો છે. રાજકોટના બે શખ્સોને ઈનોવા અને સેન્ટ્ર કારમાં રૂા. 2.40 લાખના 1200 લિટર દેશી દારૂ સાથે ઝડપી લઈ તપાસ કરતા આ દારૂ સપ્લાયના નેટવર્કમાં પાંચ શખ્સોના નામ ખુલ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને ઉંઘતી રાખી દરોડો પાડી રૂા. 6.52 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દરોડા બાદ હવે સ્થાનિક પોલીસ સામે પગલા લેવાય શકે છે.


રાજકોટ ભાવનગર હાઇવે પર ગોંડલ ચોકડી પાસે આટકોટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દેશી દારૂૂનો વેપલો થઇ રહ્યો હોવાની બાતમીના આધારે એસએમસી ત્રાટકી હતી અને બે શખ્સની 1,200 લિટર દેશી દારૂૂ, રોકડ રકમ, બે વાહનો અને ફોન મળી કુલ 6,52,050નો મુદામાલ કબજે લીધો હતો અને સ્થળ પરથી બે આરોપી કે જેની ઓળખ ધનજીભાઈ ખેંગારભાઈ ચૌહાણ રહે. રાજકોટ માડા ડુંગર પીઠાઈ સમાજ રાજકોર (ડ્રાઈવર) અને જયરાજ કનુભાઈ બોરીચા (રહે. બ્લોક 2 હરિઓમ પાર્ક સોસાયટી રાજકોટ કોઠારીયા રોડ રાજકોટ (ડ્રાઈવર) તરીકે થઇ છે તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમની કડક પૂછપરછ કરાતાં અન્ય 5 શખ્સોના નામ બહાર આવ્યા હતાં.


એસએમસીએ જીજે 3 સીએ 7676 અને સેન્ટ્રો કાર નંબર જીજે 3 એબી 4724માં 1200 લિટર દેશી દારૂ સપ્લાય કરવા જતાં ધનજી ચૌહાણ અને જયરાજ કનુ બોરીચાની ધરપકડ કર્યા બાદ સુરેન્દ્રનગરના ચોટીલાથી રાજકોટ ગ્રામ્ય પંથકમાં ચાલતા આ દારૂ સપ્લાયના નેટવર્કમાં સાત શખ્સોની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. જેમાં દારૂનો ધંધો ચલાવનાર રાજુ કાઠી તથા દારૂનો જથ્થો ભરી આપનાર અનકુભાઈ જે ખાટડીનો વતની છે તેમજ ચોટીલાના ફુલજર ગામોન વનરાજ પીરુ વિકમા કે જેણે આ દારૂનો જથ્થો મંગાવ્યો હતો. તેમજ દારૂનો જથ્થો ભરી આપનાર ચેતન મેરુભાઈ વિકમા અને ગ્રાહકો સુધી આ દારૂનો જથ્થો પહોંચાડનાર ફુલજર ગામના કુલદીપ મેરુભાઈ વિકમાની શોધખોળ શરૂ કરી છે.


સ્ટેટ મોનીટરીંગ સેલના બીઆઈડી નિર્લિપ્તરાય સાથે ડિવાયએસપી કેટી કામરિયાની સુચનાથી પીએસઆઈ બીએન ગોહિલ અને તેમની ટીમે આ કામગીરી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version