ગોંડલમાં SMCનો દરોડો, 1.51 કરોડનો દારૂ ઝડપાયો

  રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજકોટ-જૂનાગઢ હાઇવે પર એક બહુ મોટી કાર્યવાહી કરીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ગોંડલ પાસે આવેલા ભરૂૂડી…

 

રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રાજકોટ-જૂનાગઢ હાઇવે પર એક બહુ મોટી કાર્યવાહી કરીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. ગોંડલ પાસે આવેલા ભરૂૂડી ટોલ પ્લાઝા નજીકથી પસાર થતા એક ટ્રકમાંથી 1 કરોડ 51 લાખથી વધુની કિંમતનો ગેરકાયદેસર વિદેશી દારૂૂ ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે દારૂૂ, ટ્રક અને અન્ય સાધનો મળીને કુલ 1.81 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ નેટવર્કમાં આંતરરાષ્ટ્રીય સ્તરના હાઇટેક કિમીયાનો પણ પર્દાફાશ થયો છે.

SMC ના પીઆઇ આર. કે. કરમટા અને પીએસઆઇ વી. એન. જાડેજાની ટીમને ચોક્કસ અને સચોટ બાતમી મળી હતી કે રાજકોટ-જૂનાગઢ હાઇવે પરથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો પસાર થવાનો છે. આ બાતમીના આધારે ભરૂૂડી ગામના ટોલ પ્લાઝા નજીક કડક વોચ ગોઠવવામાં આવી હતી. વોચ દરમિયાન શંકાસ્પદ હાલતમાં આવી રહેલા RJ-19-GJ-1734 નંબરના ટ્રકને રોકીને તલાશી લેવામાં આવતા તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની વિદેશી દારૂૂની 1154 પેટીમાં કુલ 41, 580 બોટલો મળી આવી હતી.

SMC ની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલો આ દારૂૂનો જથ્થો કોઈ સામાન્ય બુટલેગરે નહિ, પરંતુ વ્યવસ્થિત આંતરરાજ્ય સિંડિકેટ દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ દારૂૂ ચંદીગઢ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનની અલગ-અલગ પાંચ જાણીતી ડિસ્ટિલરીઓમાંથી ખાસ તૈયાર કરીને મોકલવામાં આવ્યો હતો, જેમાં મુખ્યત્વે ઓએસિસ, ADS સ્પિરિટ્સ, યુનાઇટેડ સ્પિરિટ્સ અને એમ્પાયર આલ્કોબ્રેવનો સમાવેશ થાય છે.આ સમગ્ર નેટવર્કમાં ટેકનોલોજીનો દુરુપયોગ કરીને પોલીસને ચકમો આપવાનો મોટો પ્લાન હતો. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આ મસમોટા જથ્થાનો ઓર્ડર આપવા માટે બુટલેગરો દ્વારા બ્રિટન (UK) ના વર્ચ્યુઅલ મોબાઈલ નંબર +4473 46718392 નો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ હાઇટેક પદ્ધતિ પાછળનો હેતુ એ હતો કે ભારતીય તપાસ એજન્સીઓ લોકેશન કે કોલ ડિટેઇલ્સના આધારે અસલી માસ્ટરમાઇન્ડ સુધી ન પહોંચી શકે. પકડાયેલ આરોપીઓમાં ભૂરારામ કાલુરામ સારણ -(ટ્રક ડ્રાઈવર – રહે. સિંધારી તાલુકો, બાલોત્રા જિલ્લો, રાજસ્થાન) તેમજ વોન્ટેડ આરોપીઓમાં ખેમા રામ રાવતા રામ બેનીવાલ – દારૂૂ સપ્લાયર – રાજસ્થાન, રામનિવાસ ઉર્ફે રામલાલ મુલતાના રામ – ટ્રક માલિક – રાજસ્થાન, સુનિલ મુલતાના રામ – રાજસ્થાન) અને અજાણ્યો શખ્સ – યુકેના વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરનાર ઓપરેટરનો સમાવેશ થાય છે.

BNSના નવા કાયદા અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગંભીર ગુનો દાખલઆ સમગ્ર રેકેટના પર્દાફાશ બાદ ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં તમામ આરોપીઓ વિરૂૂદ્ધ કાયદાનો ગાળિયો મજબૂત કરવામાં આવ્યો છે. ગુનેગારો સામે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65(A)(E), 81, 83, 98(2), 116(ઇ) (BNS-2023) ની ગંભીર કલમો 111(3), 111(4) જે સંગઠિત ગુનાઓ માટે લાગુ થાય છે, 336(2), 336(3) અને 340(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પોલીસ આ આંતરરાજ્ય ઇન્ટર-સ્ટેટ નેટવર્કના મૂળ સુધી પહોંચવા અને વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા માટે આગળની તપાસ ચલાવી રહી છે.