ગુજરાત
અલંગમા ધીમી ગતિએ ચાલતું દબાણ હટાવ અભિયાન
અલંગ મા હાલ સરકારી પડતર જમીનમા વર્ષોથી જે લોકોએ પેશ કદમી કરી ને મનફાવે તે રીતે કાચા પાકા મકાનો કે ધંધા સહિતના કાર્ય માટે બાંધકામ કરેલ છે ત્યાં ગઈકાલ થી દબાણ હટાવ કામગીરી શરૂૂ કરવામાં આવી છે.
જોકે બે દિવસ ના અંતે માત્ર 29 હેકટર જમીન જ ખુલ્લીકરી શક્યું છે.અલંગ મણાર મળી આશરે બે હજાર વિઘામા દબાણો થયા છે.જેને હટાવવા માટે જિલ્લા લેન્ડ કચેરી દ્વારા ત્વરીત માપણી થઇ. નોટિસો આપવા માટે તલાટીઓની જે રીતે ફૌજ ઉતારવામાં આવી તે જોતા ગુજરાત નું મોટું કહી શકાય તેવું દબાણ હટાવ કામગીરી અહીં થશે અને તે પણ જરૂૂરી સર સામાન સાથે તંત્ર તૂટી પડશે. તેવું માનવામાં આવતું હતું.પરંતુ સત્તાવાર સાધનો તરફ થી ગઈકાલ અને આજે દબાણ હટાવ કામગીરી અને જે જે સાધનો નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તે જોતા બે દિવસ દરમિયાન માત્ર 29 હેકટર જગ્યા ખુલ્લી થઈ છે.મામલતદાર જાની એ જણાવ્યું હતુ કે આજે 17 હેકટર જેટલી જમીન ખુલ્લી કરીછે.આમ 264 હેકટર માંથી 29 હેકટર જમીન જે કરોડો રૂૂપિયાની માનવામાં આવેછે તે ખુલ્લી કરવામાં આવી છે.મસમોટા કાફલા સાથે દબાણ હટાવ કામગીરી થશે તેવી માન્યતા વચ્ચે માત્ર 1 હિટાચી,7 જેસીબી,9 ટ્રેકટર કામે લગાવવામાં આવ્યા છે.
જોકે અમુક દબાણકર્તાએ આજે પણ પોતાના ખર્ચે મશીનરી બોલાવી જાતે દબાણ દૂર કર્યા હતા.એક સમયે જ્યાં શિપમાંથી નીકળેલ ભંગાર અથવા તો સેક્ધડ વસ્તુઓ જોવા મળતી હતી ત્યાં આજે જમીન દોસ્ત થયેલ બાંધકામો જોવા મળી રહ્યા છે. હાલ જે રીતે દબાણહટાવ કામગીરી ચાલે છે તે જોતા હજુ દિવસો વીતી જશે તેવું લોકોનું માનવુ છે.એ ઉપરાંત પચીસ દિવસ બાદ કોર્ટના દ્વારે પણ જવાબો રજૂ કરવાનાછે.