સોના-ચાંદીના દાગીના, રોકડ, કાર સહિત રૂા.6.47 લાખનો મુદ્દામાલ જપ્ત
જામનગર જિલ્લા કાલાવડ તાલુકામાં લુટ બનાવ બન્યો હતો.જે લુંટના બનાવ અંગે એલસીબી પોલીસની ટીમ તપાસમાં હતી, અને બાતમીના આધારે છ આરોપીઓને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. કાલાવડના મોટા પાંચદેવડા ગામમાં ગત તા.30/11/2025ના રાત્રીના 12 થી 2 વાગ્યા હીરુબેન કાનાભાઈ અને કાબાભાઇ ભીખાભાઇ અજુડીયા નામના બુઝુર્ગ દંપતી પોતાની વાડી એ સૂતા હતા, ત્યારે કેટલાક લુંટારૂૂઓ આવી ચઢ્યા હતા.અને કપાળના ભાગે પથ્થર મારી લોહી કાઢી હિરુબેન કાબાભાઈ અજુડીયા એ બંને કાનમા પહરેલ સોનાના કાપ (બુટી) 2 તોલાની જેની આશરે કિ.રૂૂ.60,000ની બંને કાનમાથી ખેંચી કાઢી લઇ જઇ તથા ઘરની અંદર રહેલ તીજોરીનો લોક તોડી તેમાથી ચાંદીની એક વીટી તથા બે ચાંદીની બંગડી જેની આશરે કિ.રૂૂ.5000 એમ કુલ આશરે રૂૂ.65,000ની કિંમતના દાગીનાની લુંટ ચલાવી નાસી ગયા હતા. જે અંગે વીરાંગભાઈ આજુડિયા એ પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી.
દરમ્યાન એલ.સી.બી સ્ટાફ ને બાતમી મળેલ તેમજ કમાન કંટ્રલ રૂૂમની મદદ મેળવી , કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડા ગામે લુંટ કરનાર તથા લુંટમા મદદ કરનાર છ પુરૂૂષો લુંટ કરેલના મુદામાલ સાથે નાઘેડી ગામે જી.આઈ.ડી.સી. વિસ્તાર જામનગર વિસ્તાર વિકાસ સતા મંડળના કોમ્યુનીટી હોલ સામે ઉભેલ છે. તેવી હકિકતના આઘારે તમામને પકડી પાડી તેઓના કબ્જામાથી લુંટનો મુદામાલ મળી આવતા કબ્જે કરી, મજકુર વિરૂૂધ્ધ પો.સબ ઇન્સ સી.એમ.કાંટેલીયાએ કાયદેસરની કાર્યવાહી કરી છે. અને વધુ કાર્યવાહી માટે કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમા સોપી આપેલ છે.
પકડાયેલ આરોપીમાં નારણભાઈ ઉર્ફે નાયાભાઈ જગાભાઈ અરજણભાઈ વારોતરીયા (ઉંમર વર્ષ 46 ધંધો રહેવાસી નાઘેડી ગામ પાણીના ટાંકા પાસે તાલુકો જીલ્લો જામનગર), ગોવિંદભાઈ કરસનભાઈ નારણભાઈ કનારા રહે નાઘેડી ગામ મેહુલ પ્રાથમિક શાળાની સામે તાલુકો જીલ્લો જામનગર), નારણભાઈ વિરાભાઈ હુણ જાતે (રહેવાસી મોટા પાંચદેવડાગામ તાલુકો કાલાવડ જિલ્લો જામનગર), મુન્નાભાઈ અમરૂૂભાઈ ભાભર ( મોડપરગામ લાલાભાઈની વાડીમાં તાલુકો લાલપુર જી.જામનગર મૂળ બહીડાગામ તળિયા ફળી તાલુકો જોબટ પોલીસ સ્ટેશન બોરી જિલ્લો આલીરાજપુર મધ્ય પ્રદેશ), સાગરસિંગ રાયસીંગ અલાવા (રહે. મોડપરગામ ધાનાભાઈ જેઠાભાઈ નંદાણીયાની વાડીમાં તાલુકો લાલપુર જી.જામનગર મૂળ રહે.ગડરાવતગામ ભીલવાફળી તાલુકો ટાંડા પોલીસ સ્ટેશન ટાંડા જિલ્લો ધાર મધ્યપ્રદેશ), પંકજભાઈ ભારતભાઈ બિલવાલ ( રહે. મોડપરગામ રેલ્વેના પાટા પાસે તા.લાલપુર જી.જામનગર મૂળ ગામ ચાપર ખેડાલ જરી ફળિયુ તાલુકો સણાપુર થાના સણાપુર જીલ્લો જાંબવા મધ્યપ્રદેશ) નો સમાવેશ થાય છે. જ્યારે બીલાલ રકસીંગભાઈ વસુનીયા (રહે.છોટીઉરીગામ તા.જી.આલીરાજપુર) , ભવાનભાઈ જીથરાભાઈ ધાવડ ( આદિવાસી રહે. ભુજ મૂળ રહેવાસી મધ્યપ્રદેશ), અશોકભાઈ બાવાભાઈ વસોયા (રહેવાસી તરઘડીયાગામ તાલુકો જીલ્લો રાજકોટ)ને પોલીસ શોધી રહી છે.
પોલીસે લૂંટમાં ગયેલ સહિતનો મુદામાલ કબજે કર્યો છે.જેમાં સોનાની બુટ નંગ-નંગ-2 વજન આશરે 20 ગ્રામ કિ.રૂૂ કિ.રૂૂ.60,000, ચાંદીની વીટી તથા બે બંગડી કિ.રૂૂ.5000, મોબાઇલ ફોન નંગ-6 કિ.રૂૂ.30,000),રોક્ડા રુપીયા 52,270, ઇકો કાર કિ.રૂૂ.5,00,000 મળી કુલ કિ.રૂૂ.6,47,270 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

