ઝુંડવડલીમાં સિંહ પરિવારે અગાસી પર માણી વરસાદની મોજ

ગીર ગઢડા તાલુકાનું ઝુડવડલી ગામ સિંહોનું ઘર છે અને આ વિસ્તારમાં કાયમી સિંહોનો વસવાટ જોવા મળે છે ગત રાત્રીના એક સિંહ ત્રણ સીંહણ અને બે…

ગીર ગઢડા તાલુકાનું ઝુડવડલી ગામ સિંહોનું ઘર છે અને આ વિસ્તારમાં કાયમી સિંહોનો વસવાટ જોવા મળે છે ગત રાત્રીના એક સિંહ ત્રણ સીંહણ અને બે સિંહબાળ શિકારની શોધમાં આવી પહોંચ્યા હતા અને ગાયનું મારણ કરી મિજબાની માણી હતી બપોરના સમયે ધોધમાર વરસતા વરસાદમાં ઝુડવડલી ગામની સીમમાં આવેલ મુન્નાભાઈ દોમડીયાની વાડીના મકાનની અગાસી પર આ સિંહ પરિવાર ભીંજાતો જોવા મળ્યો હતો અને આરામથી અગાસીની પાળી પર બેસેલ ત્યારે વાડી માલિક મુન્નાભાઈએ આ અદભુત દ્રશ્યો તેમણે પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા.