રાષ્ટ્રીય
ચેઈન સ્નેચિંગનો ચોંકાવનારો કિસ્સો!!! બાઈક સવાર 2 શખ્સોએ ચેઈન ન તૂટતા મહિલાને કેટલાય મીટર સુધી ઢસડી, જુઓ VIDEO
તમિલનાડુના મદુરાઈમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ચેઈન સ્નેચિંગનો છે. આ વીડિયોમાં બે બાઈક સવાર ગુનેગારો એક મહિલા પાસેથી ચેઈન છીનવી લેવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. ચેઈન છીનવી લેવાના પ્રયાસમાં આરોપીઓ મહિલાને રસ્તા પર કેટલાય કિલોમીટર સુધી ઢસડી છે. મદુરાઈનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ સ્થાનિક પોલીસે કેસ નોંધીને આરોપીની શોધ શરૂ કરી છે.
વાયરલ થયેલા વિડિયોમાં જોવા મળી રહ્યું છે કે પીડિત મહિલા પોતાની ઓળખીત વ્યક્તિ સાથે બાઇક પર તેના ઘરે આવી રહી છે. ઘર પાસે મહિલાની બાઇક ધીમી પડતાં જ પાછળથી બાઇક પર બે આરોપીઓ તેની પાસે આવ્યા. અને મહિલા કંઈ સમજે તે પહેલા જ આરોપીએ તેની ચેઈન પકડીને તેને ખેંચવાની શરૂઆત કરી હતી. જ્યારે ચેન ખેંચવામાં આવે છે, ત્યારે પીડિતા બાઇક પરથી નીચે પડી જાય છે.
તેની સાથે બાઇક સવાર વ્યક્તિ પણ નીચે પડી જાય છે. પરંતુ તેમ છતાં આરોપીઓ મહિલાને છોડતા નથી. અને ચેઈન સ્નેચ કરવાના પ્રયાસમાં આરોપીઓ મહિલાને કેટલાય મીટર સુધી ઢસડી હતી.આ ઘટનામાં મહિલાને પણ ઈજા થઈ હતી. પોલીસે પીડિત મહિલાની ઓળખ મંજુલા તરીકે કરી છે. મહિલા પાસેથી ચેઈન સ્નેચિંગની આ દર્દનાક ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ હવે ઘટના સ્થળની આસપાસના વિસ્તારોના ફૂટેજની તપાસ કરી રહી છે રહી છે.