ક્રિકેટ ટીમના મેનેજમેન્ટે અપૂરતી વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા
જાપાનમાં 19મી સપ્ટેમ્બરે શરૂૂ થનારી એશિયન ગેમ્સમાં અન્ય રમતોના ઍથ્લીટોની જેમ ક્રિકેટ ટીમોના ખેલાડીઓ માટે પણ અમુક હોટેલની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ મોટા રાષ્ટ્રોની ક્રિકેટ ટીમોના મેનેજમેન્ટે આ હોટેલના સંબંધમાં કેટલાક મુદ્દા ઉઠાવ્યા એને પગલે જાપાન ક્રિકેટ અસોસિયેશનના સીઇઓ નાઓકી મિયાજીએ પીટીઆઇને મુલાકાતમાં કહ્યું હતું કે ‘ટીમોને જે હોટેલમાં રહેવાની વ્યવસ્થા ઑફર કરવામાં આવી છે એ જો તેમને પસંદ ન હોય તો તેઓ બીજી કોઈ હોટેલમાં વ્યવસ્થા કરી શકે છે.
નવાઈની વાત એ છે કે અમુક રમતોના ઍથ્લીટો અને ખેલાડીઓ માટે અસોસિયેશન દ્વારા ક્રૂઝ શિપમાં બનાવેલી હોટેલમાં તેમ જ ક્ધટેનર હોટેલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સામાન્ય રીતે આવા ક્ધટેનર પુન:પ્રક્રિયાવાળા સ્ટીલ અને બીજી સામગ્રીથી બનાવવામાં આવ્યા હોય છે અને એમાંની હોટેલમાં ત્રણ તારક કે પંચ તારક હોટેલ જેવી જ સુવિધાઓ હોય છે.
એશિયાડ માટેના ક્રિકેટ રાષ્ટ્રોએ તાજેતરમાં એવો મુદ્દો પણ ઉઠાવ્યો હતો કે ખેલાડીઓ માટેની રહેવાની સુવિધા (હોટેલ) ક્રિકેટ ટૂર્નામેન્ટના સ્થળેથી 20 કિલોમીટર દૂર છે.જાપાને જે પ્રકારના ડ્રેસિંગ-રૂૂમ બનાવ્યા છે એ સંકુચિત હોવાની ક્રિકેટ-રાષ્ટ્રોની ફરિયાદ છે. જોકે આયોજકોએ કહ્યું છે કે ક્રિકેટરો સ્ટેડિયમની અંદરના કામચલાઉ ડ્રેસિંગ રૂૂમ ઉપરાંત મેદાનની આસપાસ પણ કેટલાક કાયમી ડ્રેસિંગ-રૂૂમ છે જેનો તેઓ ઉપયોગ કરી શકશે.
