Site icon Gujarat Mirror

શેફાલી શાહ એકતા કપૂરની સિરિઝ ‘કોકે’માં કામ કરશે

અભિનેત્રી શેફાલી શાહ પ્રોડ્યુસર એકતા કપૂર સાથે નવી સીરિઝ માટે જોડાઈ છે, જે બાલાજી ટેલિફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ થવાની છે. ’કોકે’ નામનો આ પ્રોજેક્ટ નેટફ્લિક્સ ઇન્ડિયા પર સ્ટ્રીમ થશે. આ શો એક પિરિયડ ડ્રામા છે, જેમાં શેફાલી શાહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. હાલ સ્ટોરીલાઇન અંગે વિગત જાહેર કરવામાં આવી નથી, પરંતુ એવા અહેવાલો છે કે આ શોમાં એક મજબૂત પાત્ર અને ઊંડા નેરેટિવ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સીરિઝનું દિગ્દર્શન નુપુર અસ્થાનાએ કર્યું છે, જેઓ ’ફોર મોર શોટ્સ પ્લીઝ’ અને ’ધ રોયલ્સ’ જેવા શોઝ માટે જાણીતાં છે.

આ શો માટેનું શૂટિંગ 20 એપ્રિલથી શરૂૂ થવાનું છે. સપોર્ટિંગ કાસ્ટ અને રિલીઝ ડેટ અંગેની માહિતી હજુ જાહેર કરવામાં આવી નથી. એકતા કપૂરે વર્ષો દરમિયાન અનેક ટેલિવિઝન અને ડિજિટલ પ્રોજેક્ટ્સ પ્રોડ્યૂસ કર્યા છે. પરંતુ તેઓ બંને આ ઓટીટી શો માટે પહેલી વખત સાથે કામ કરી રહ્યાં છે. આ શો બાલાજી ટેલિફિલ્મ્સના સ્ટ્રીમિંગ ક્ધટેન્ટના ભાગ રૂૂપે રજૂ થશે. તાજેતરમાં શેફાલી શાહ ’દિલ્હી ક્રાઈમ’ સીઝન 3માં જોવા મળી હતી, જેમાં તેઓએ ક્રાઈમ ડ્રામા સાથે પોતાનું જોડાણ જાળવી રાખ્યું છે.

Exit mobile version