કોમનવેલ્થમાં પૈરા શોટ પુટમાં શર્મિલા ધનખડે જીત્યો ગોલ્ડ મેડલ

ગઇકાલે ભારતની શર્મિલા ધનખડે કોમનવેલ્થ ગેમ્સમાં દેશનો પહેલો પેરા-એથ્લેટિક્સ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ગ્લાસગોમાં મહિલા શોટ પુટ ઋ57 ઇવેન્ટમાં તેણીએ શાનદાર પ્રદર્શન કર્યું,…

ગઇકાલે ભારતની શર્મિલા ધનખડે કોમનવેલ્થ ગેમ્સમાં દેશનો પહેલો પેરા-એથ્લેટિક્સ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ગ્લાસગોમાં મહિલા શોટ પુટ ઋ57 ઇવેન્ટમાં તેણીએ શાનદાર પ્રદર્શન કર્યું, જેમાં તેણીએ 9.81 મીટરનો સીઝનનો શ્રેષ્ઠ થ્રો કર્યો હતો. શર્મિલાના ગોલ્ડ મેડલ સાથે પેરા-એથ્લેટિક્સમાં કોમનવેલ્થ ગેમ્સ મેડલ માટે ભારતની 20 વર્ષની રાહનો અંત આવ્યો. શર્મિલાના ગોલ્ડ મેડલથી ગેમ્સમાં ભારતને બીજો ગોલ્ડ મેડલ મળ્યો હતો.

આ જ ઇવેન્ટમાં અન્ય એક ભારતીય ખેલાડી શિલ્પા શૈલાએ બ્રોન્ઝ મેડલ જીત્યો. જોકે, નાટકીય વળાંક પછી શિલ્પાનો મેડલ પુષ્ટી થઈ હતી. શિલ્પાએ 7.26 મીટરનો વ્યક્તિગત શ્રેષ્ઠ થ્રો ફેંક્યો હતો અને શરૂૂઆતમાં ચોથા સ્થાને રહી હતી. દરમિયાન નાઇજીરીયાની યુચેરિયા ઇયિયાજીને શરૂૂઆતમાં બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

જોકે, ભારતના વાંધાને પગલે સત્તાવાર સમીક્ષા હાથ ધરવામાં આવી હતી અને નાઇજીરીયાની એથ્લેટના એકમાત્ર માન્ય થ્રોને ફાઉલ જાહેર કરવામાં આવ્યો હતો. શિલ્પાને ત્યારબાદ ચોથા સ્થાનેથી ત્રીજું સ્થાન આપવામાં આવ્યું અને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. મેડલ મેળવ્યા પછી શિલ્પા ભાવુક થઈ ગઈ હતી. તેણે શર્મિલા સાથે આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરી.

ઋ57 વર્ગીકરણ એ પેરા-એથ્લેટ્સ માટે છે જેમના નીચલા, અંગ ગુમાવવા અથવા સ્નાયુઓની શક્તિમાં ઘટાડો થયો હોય. શર્મિલાને બે વર્ષની ઉંમરે તેના ડાબા પગમાં પોલિયો થયો હતો. તેણે આ વર્ષે ફઝા ઇન્ટરનેશનલ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે 2022 બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સમાં પણ ભાગ લઈ રહી છે, જ્યાં તે ચોથા સ્થાને રહી હતી.

વલ્લૂરી અજય બાબુએ ભારતના મેડલ અભિયાનમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું, પુરુષોની 79 કિગ્રા વેઈટલિફ્ટિંગ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. તેણે કુલ 330 કિગ્રા વજન ઉપાડ્યું, માત્ર એક કિલોગ્રામથી ગોલ્ડ મેડલ ચૂકી ગયો. મલેશિયાના અરી હિદાયત મુહમ્મદે કુલ 331 કિગ્રા વજન ઉપાડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
વલ્લૂરી અજય બાબુની સિદ્ધિ પણ ખાસ છે કારણ કે તેણે તેના પિતા શ્રીનિવાસ રાવની સિદ્ધિને પાછળ છોડી દીધી. તેમના પિતાએ 2010 દિલ્હી કોમનવેલ્થ ગેમ્સમાં પુરુષોની 56 કિલોગ્રામ વેઇટલિફ્ટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે, 16 વર્ષ પછી તેમના પુત્રએ સિલ્વર મેડલ જીતીને પરિવારની મેડલ પરંપરા ચાલુ રાખી છે. આ સાથે ભારતના કુલ મેડલની સંખ્યા હવે 10 પર પહોંચી ગઈ છે, જેમાં બે ગોલ્ડ મેડલનો સમાવેશ થાય છે.