Site icon Gujarat Mirror

ભારત વિરૂધ્ધ ટ્રમ્પના કાન ભંભેરવા શરીફ અમેરિકા જશે

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળી શકે છે. આ મુલાકાત આ મહિનાના અંતમાં ન્યૂયોર્કમાં યોજાનાર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના સત્ર દરમિયાન થવાની શક્યતા છે.
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ આ સત્ર માટે અમેરિકા જઈ રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રની બેઠક ઉપરાંત, શાહબાઝ શરીફ 25 સપ્ટેમ્બરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને મળી શકે છે. આ બેઠકમાં પાકિસ્તાન અને ભારત વચ્ચેનો તણાવ ચર્ચાનો મુખ્ય વિષય બની શકે છે.

જીઓ ટીવી અનુસાર, પાકિસ્તાન માટે એક મહત્વપૂર્ણ રાજદ્વારી ઘટનાક્રમમાં, શાહબાઝ શરીફ અને ડોનાલ્ડ ટ્રમ્પ મળવાના છે.સૂત્રોનો દાવો છે કે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બાજુમાં યોજાનારી આ બેઠકમાં પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર પણ હાજરી આપી શકે છે. એવું માનવામાં આવે છે કે બંને દેશો આ સમય દરમિયાન ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લઈ શકે છે.

Exit mobile version