આસો શુદ ચૌદસ ને રવિવાર તારીખ 25 ઓક્ટોબર ના દિવસે શરદપૂર્ણિમા છે. રવિવારે બપોરે 11.55 કલાકથી પૂનમ તિથિ શરૂૂ થાય છે જે સોમવારે સવારે 9.40 કલાક સુધી જ પૂનમ તિથિ છે. ખાસ કરીને શરદ પૂનમમાં રાત્રિના પ્રદોષ કાલે ચંદ્ર ઉદય સમય નું મહત્વ હોય છે જે દિવસે સાંજના સમયે પૂનમ તીથી હોય તે દિવસ લેવામાં આવે છે જે સોમવારે નથી અને શરદ પૂનમમાં રાત્રીનું મહત્વ વધારે હોય છે.. આથી નિયમ પ્રમાણે દરેક પંચાંગ પ્રમાણે વ્રતની પૂનમ કોજાગરી પૂનમ શરદપૂર્ણિમા રવીવારે ગણાશે.
તે ઉપરાંત જે લોકો પોતાના કુળદેવતા, કુળદેવી માતાજી અથવા જે કોઈ દેવી દેવતાના પૂનમના દર્શને જતા હોય તેઓ રવીવારે ના બપોરે 12.55 પછી પૂનમના દર્શન કરવા વધારે યોગ્ય ગણાશે અથવા તો સોમવારે સવારના 9.40 કલાક પહેલા પૂનમ તિથિ મા પૂનમના દર્શન કરવા વધારે યોગ્ય ગણાશે. આમ સોમવારે પણ દર્શન કરવા જઈ શકાશે જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ વ્રતની કોજાગરી-શરદપૂનમ રવીવારે ગણાશે: શરદ પૂનમની રાત્રે ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિનું મહાત્મય છે.
ચંદ્રમાં રહેલું અમૃતતત્વ શરદ પૂનમની રાત્રે પ્રકાશ દ્વારા પૃથ્વી પર પડે છે. તેનાથી શરદ પૂનમને કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે. શરદ પૂનમની રાત્રિના 6.13 કલાક થી લક્ષ્મીપૂજન કરવું, શ્રીયંત્રનું પૂજન કરવું શ્રેષ્ઠ છે. નિર્ધનના ઘેર નાણાં થાય છે. સાંજના સમયે પોતાના ઘરે લક્ષ્મીજીના સિક્કા અથવા શ્રીયંત્રને પંચામૃતથી પૂજન કરવું.
સાકરવાળા દૂધના તેના પર શ્રીસૂક્ત બોલતા બોલતા અથવા ’ઓમ મહાલક્ષ્મયૈ નમ:’ બોલતા બોલતા અભિષેક કરવો. તેનાથી સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. શરદ પૂનમની રાત્રે લક્ષ્મીજી ઘરે ઘરે જાય છે. અને તપાસ કરે છે કોણ જાગી રહ્યું છે? મારો કયો ભક્ત જાગે છે? આથી શરદ પૂનમનું એક નામ કોજાગરી પૂનમ પણ કહેવામાં આવે છે.
શરદ પૂનમ:- શરદપૂર્ણિમાની રાત્રે ચંદ્રમાં પોતાનું અમૃત તત્વ પૃથ્વી ઉપર વરસાવશે. શરદ પૂનમના દિવસે ચંદ્ર સોળ કળાએ ખીલશે. એક વર્ષમાં બાર પૂનમ આવે છે, તેમાં શરદ પૂનમનું મહત્વ વધારે છે. શરદ પૂનમને મોટી પૂનમ કહેવામાં આવે છે. શરદ પૂનમના દિવસે ચંદ્રમાં 16 કળાએ ખીલી ઉઠે છે. અને પોતાનું સંપૂર્ણ તેજ પૃથ્વી ઉપર પાડે છે અને રાત સાકર મૂકી અને સવારે તેનો પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકાય…
જ્યોતિષની દ્રષ્ટિએ લોકોના ચંદ્ર નબળો હોય અથવા જન્મકુંડળીમાં ગ્રહણયોગ વિષયોગ માં જન્મ થયેલ હોય તો આ દિવસે ચંદ્રના જપ પૂજા કરવાથી અથવા તો કરાવવાથી રાહત મળે છે. પૂનમના દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો પણ ઉત્તમ ફળદાયક છે. લક્ષ્મી પૂજાનો શ્રેષ્ઠ સમય શરદ પૂનમના દિવસે રાત્રે 6.13 થી 9.22 શુધી છે. શરદ પૂનમની રાત્રે 12 વાગ્યા સુધી અથવા આખી રાત્રીનું જાગરણ કરવું. શરદપૂનમને દિવસે દરિયામાં પણ મોટી ભરતી આવે છે.
(સંકલન : શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન)
દૂધપૌવા: શરદપૂનમની રાત્રે ચંદ્રમાં પોતાનું સંપૂર્ણ અમૃત તત્વ રૂૂપી તેજ પૃથ્વી પર પાડતા હોવાથી પોતાની અગાશીમાં રાત્રે સાકરવાળું દૂધ અને પૌવા થોડીવાર રાત્રે 12 વાગ્યે મૂકી અને તેનો પ્રસાદ લેવો તેનો મહત્વ વધારે છે. તેનાથી શરીરની આરોગ્યતા સારી રહે છે. અથવા તો આખી રાત સાકર મૂકી અને સવારે તેનો પ્રસાદ તરીકે ગ્રહણ કરી શકાય…
શ્રીકૃષ્ણ ભક્તિનું મહાત્મય: શરદ પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં દોરો પરોવવાથી આંખોનું તેજ અને બળ વધે છે. આયુર્વેદમાં પણ શરદ પૂનમનું મહત્ત્વ વધારે છે. આ દિવસે બીમારીના નિવારણ માટે ઔષધિ સેવન કરાવવામાં આવે છે ધાર્મિક દ્રષ્ટિએ શ્રીકૃષ્ણ ભગવાનની મહારાસ લીલા પણ શરદ પૂનમની રાત્રે થઈ હતી. આથી શરદ પૂનમની રાત્રે કૃષ્ણ ભગવાનની ભક્તિનું મહત્ત્વ પણ વધારે રહેલું છે. પૌરાણિક માન્યતા અનુસાર, શરદ પૂર્ણિમાની દિવ્ય રાત્રે ભગવાન શ્રીકૃષ્ણે વૃંદાવનમાં યમુના તટે ગોપીઓ સાથે મહારાસ રચ્યો હતો. આ રાસ જીવાત્મા અને પરમાત્માના મિલનનું પ્રતીક માનવામાં આવે છે, જેથી તેને ’રાસ પૂર્ણિમા’ પણ કહે છે.
