Site icon Gujarat Mirror

શરદ પવારનો ‘પાવર’ યથાવત રહેશે, રાજ્યસભા માટે કોંગ્રેસનો સપોર્ટ જાહેર

છ દાયકાથી સક્રિય રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા એનસીપી (SP) ના વડા શરદ પવારની સંસદીય સફર ચાલુ રહે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. આગામી રાજ્યસભા ચૂંટણી માટે કોંગ્રેસે શરદ પવારની ઉમેદવારીને સમર્થન જાહેર કર્યું છે. આ નિર્ણયથી મહા વિકાસ આઘાડી માં એકજૂથતા વધી છે અને મહારાષ્ટ્રના રાજકારણમાં નવા સમીકરણો રચાયા છે.

અત્યાર સુધી પોતાની બેઠક માટે દાવો કરતી શિવસેના એ પણ હવે પવારના નામ પર ગંભીર વિચારણા શરૂૂ કરી છે. 85 વર્ષીય શરદ પવાર 1967માં બારામતીથી પ્રથમ વખત વિધાનસભા ચૂંટણી જીત્યા ત્યારથી સતત કોઈને કોઈ ગૃહના સભ્ય રહ્યા છે. અજીત પવારના આકસ્મિક અવસાન બાદ એનસીપીના બંને જૂથોના વિલય પર પ્રશ્નાર્થ ચિન્હ લાગ્યું હતું, ત્યારે પવારની સંસદીય કારકિર્દીનો અંત આવશે તેવી અટકળો તેજ થઈ હતી. જોકે, કોંગ્રેસ નેતૃત્વએ સ્પષ્ટ કર્યું છે કે પવારના અનુભવનો લાભ સંસદમાં મળવો જરૂૂરી છે, જેના કારણે હવે વિરોધ પક્ષો એકજૂથ થઈને તેમને મેદાનમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા છે.

અગાઉ આદિત્ય ઠાકરે અને શિવસેના (UBT) એ આ બેઠક પર પોતાનો હક જતાવ્યો હતો.
પરંતુ આંકડાકીય ગણિત જોતા કોંગ્રેસ અને એનસીપીના ટેકા વગર કોઈ પણ પક્ષ માટે જીતવું મુશ્કેલ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઉદ્ધવ ઠાકરેએ પણ હવે પવારના કદ અને અનુભવને માન આપીને તેમની ઉમેદવારી સામે વિરોધ ન કરવાનો નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં જ ખટઅ દ્વારા સંયુક્ત રીતે શરદ પવારના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે.

Exit mobile version