Site icon Gujarat Mirror

શેફાલીની આતશબાજીથી ભારતની શ્રીલંકા સામે શ્રેણી વિજય સરસાઇ

શુક્રવારે ભારતની મહિલા ટીમે શ્રીલંકા સામેની ત્રીજી ટી-20માં 40 બોલ અને આઠ વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી. શેફાલી વર્મા (79 અણનમ, 42 બોલ, ત્રણ સિક્સર, અગિયાર ફોર) આ મેચની સુપરસ્ટાર બેટર હતી. ભારતે પાંચ મેચની સિરીઝમાં 3-0થી વિજયી સરસાઈ મેળવી લીધી છે. 21 રનમાં શ્રીલંકાની ચાર વિકેટ લેનાર પેસ બોલર રેણુકાસિંહ ઠાકુરને પ્લેયર ઑફ ધ મેચનો પુરસ્કાર અપાયો હતો.

દીપ્તિ શર્માએ ટી-20 વિમેન્સ ઇન્ટરનેશનલમાં સૌથી વધુ કુલ 151 વિકેટ લેનાર ઓસ્ટ્રેલિયાની મેગન શટની બરાબરી કરી છે. તેણે 20 બોલમાં બે છગ્ગા અને સાત ચોક્કાની મદદથી બનાવ્યા હતા. સ્મૃતિ મંધાના ફક્ત એક રન કરીને અને જેમિમા રોડ્રિગ્સ નવ રન કરીને આઉટ થઈ ગઈ હતી. જોકે હરમનપ્રીતે (21 અણનમ) છેક સુધી શેફાલીને સાથ આપ્યો હતો અને તેમણે ભારતીય ટીમની નૌકા પાર પાડી હતી. એ પહેલાં, શ્રીલંકાની ટીમને 20 ઓવરમાં 7/112 સુધી સીમિત રખાવવામાં પેસ બોલર રેણુકા ઠાકુર (ચાર વિકેટ) અને સ્પિનર દીપ્તિ શર્મા (ત્રણ વિકેટ)ના મુખ્ય યોગદાન હતા. ભારતે પ્રથમ ટી-20 આઠ વિકેટે અને બીજી મેચ સાત વિકેટે જીતી લીધી હતી.

Exit mobile version