ભાવનગરના કરોડરજ્જુ સમાન હીરા ઉદ્યોગમાં છેલ્લા ત્રણ-સાડા ત્રણ વર્ષથી છવાયેલી મંદીના કારણે રત્નકલાકારો અને વેપારીઓની સ્થિતિ કફોડી બની છે. રશિયા-યુક્રેન યુદ્ધ અને યુએસના પ્રતિબંધોના કારણે રફ ડાયમંડની અછત સર્જાતાં ઉદ્યોગ ભાંગી પડ્યો છે, જેના લીધે અંદાજે 1 લાખથી વધુ લોકો રોજગારી ગુમાવી અન્ય ધંધા-રોજગારમાં ડાયવર્ટ અથવા સુરત ખાતે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. ભાવનગર ડાયમંડ એસોસિએશનના પ્રમુખ અને સ્થાનિક રત્નકલાકારોના જણાવ્યા અનુસાર, નિર્મળનગર વિસ્તારની અડધોઅડધ ઓફિસો અને અનેક કારખાના બંધ થઈ ગયા છે. મંદીમાંથી ઉગારવા માટે સરકારે ડાયમંડ પાર્ક કે જ્વેલરી યુનિટ્સ સ્થાપવા જેવી નક્કર યોજનાઓ બનાવવી જરૂૂરી હતી. હાલ રોજીરોટીના અભાવે પરિવારનું ગુજરાન ચલાવવા રત્નકલાકારો ખેતમજૂરી કે છૂટક કામ કરવા લાચાર બન્યા છે.
હીરા ઉદ્યોગ છેલ્લા ત્રણ સાડા ત્રણ વર્ષથી સંઘર્ષનો સામનો કરી રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂૂ થયું ત્યારથી સતત ને સતત મંદીના માહોલમાં હતો. છેલ્લા દોઢ મહિનાથી પરિસ્થિતિ થોડી સ્ટેબલ થઈ હતી, જેમાં છેલ્લે જે ટેરિફની વાત આવી તેનાથી અત્યારે માણસો વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. શહેરના નિર્મળનગર વિસ્તારમાં ત્રણ ચાર વર્ષ પહેલાં 1500 ઓફિસો કાર્યરત હતી. ત્યાં માણસો ટ્રેડિંગ કામ કરતા હતા. જેમાંથી હાલ અડધી ઓફિસો, 700-800 ઓફિસો બંધ સ્થિતિમાં હશે અને અડધી ઓફિસો શરૂૂ હશે. બાકી હાલ જિલ્લામાં અલગ-અલગ તાલુકા મથકો અને બધે થઈને બે લાખ લોકોને રોજી-રોટી, ધંધો આપતો હતો અને રત્નકલાકારો કામ કરતા હતા.
’જે 4થી 5 વર્ષ પહેલાંની જોવી અને આજની સ્થિતિમાં 50%નો ઘટાડો છે. આ હીરા ઉદ્યોગમાં રશિયા-યુક્રેન યુદ્ધથી મંદીનો માહોલ હોવાનું મુખ્ય કારણ છે. જે હીરા ધંધામાં રફ ડાયમંડની જરૂૂર હોય તેમાં 35થી 40% રફ ડાયમંડ એકલું રશિયા આપણને પૂરું પાડતું હતું. જે તે સમયે યુએસ ક્ધટ્રીએ રશિયન રફનો માલ ઇમ્પોર્ટ કરવાનો બેન લગાવ્યો, એના હિસાબે મંદીની પરિસ્થિતિ ઊભી થઈ અને આજની તારીખમાં એ પરિસ્થિતિ શરૂૂ છે.’
’પાંચ વર્ષ પહેલાં એક પ્રોફેસર બહેન છે, તેમણે હીરાના ધંધા પર પીએચડી કર્યું હતું, ત્યારે તેની સાથે મળીને જિલ્લા, તાલુકા, ગ્રામ્ય લેવલેથી આંકડા લીધા હતા. જેમાં બે લાખ લોકોને રોજી-રોટી મળતી હોય તેવા આંકડા સામે આવ્યા હતા. તો આજની પરિસ્થિતિ જોઈએ તો કારખાનાઓ-ઓફિસો બંધ થઈ જેમાં અંદાજિત એક લાખ રત્નકલાકારો બીજા ધંધામાં ડાયવર્ટ અને સ્થળાંતર થયા છે. રત્નકલાકારો નાના-મોટા ધંધામાં ગયા અને જે વેપારીઓ છે એ સુરત ટેક્સટાઇલ માર્કેટમાં શિફ્ટ થયા હોય એવું છે.’ અને જયારે છેલ્લા આશરે બે મહિનામાં કુલ 47 પરિવારો સ્થળાંતર કરીને સુરત ગયા છે. ભાવનગરમાં યોગ્ય ધંધો કે રોજગારની તકો ન મળતી હોવાના કારણે બાળકોની ફી ભરવી, જરૂૂરી ચીજવસ્તુઓ ખરીદવી સહિતની જીવન જરૂૂરિયાતો પૂરી કરવી મુશ્કેલ બની રહી છે.દિવાળી બાદ પણ વધુ 10થી 12 પરિવારો સ્થળાંતર કરવાની તૈયારીમાં છે.
ભાવનગરમાં રાજકીય દ્વેષના લીધે અટકેલો વિકાસ તેમજ અસામાજિક તત્વોના ત્રાસ સામે સરકારની નિષ્ફળતાને કારણે સજ્જન લોકોને પોતાના જીવના જોખમે અને પરિવારના ગુજરાન માટે શહેર છોડીને સ્થળાંતર કરવાની ફરજ પડી રહી છે. અન્ય શહેરોમાં ધંધા-રોજગારની તકો વધી રહી છે ત્યારે સ્થાનિક નેતાઓ અને સરકાર ભાવનગરમાં વિકાસ તરફ ધ્યાન આપે અને પ્રજાના હિતમાં ગંભીરતાથી યોગ્ય પગલાં ભરે તેવી અપીલ કરી છે.
