ગુજરાત
મુંગણી ગામના હુમલા પ્રકરણમાં છ આરોપીઓને સાત વર્ષની સજા
પતિ-પત્ની, બે પુત્ર ઉપર થયેલ હુમલાના કેસમાં કોર્ટનો ચુકાદો
જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા પતિ પત્ની અને તેના બે પુત્રો ઉપર તિક્ષણ હથિયારો વડે હુમલો કરવાના કેસમાં પૂર્વ જમાઈ પક્ષ નાં દસ વ્યક્તિ સામે અદાલતમાં ફરિયાદ નોંધાવાઈ હતી .જે કેસ માં અદાલતે છ આરોપીઓ ને સાત વર્ષ ની જેલ ની સજા નો હુકમ કર્યો છે.જામનગર તાલુકા ના મુંગણી ગામના વીરાજી હાજાજી જાડેજા ની પોત્રી હંસાબા ના લગ્ન નવલસિંહ દેશળજી કેર સાથે થયા હતા .
આ પછી કોઈ કારણસર હંસાબાએ આત્મહત્યા કરી લીધી હતી. આથી બંને પરિવારો વચ્ચે મનદુ:ખ ચાલતું હતું. જેના કારણે તારીખ 6/11/2010 ના રોજ નવલસિંહ દેશળજી સહિત ના 10 લોકો એ સાથે મળી ને તલવાર, કુહાડી, ધારીયા, ગુપ્તી વગેરે વડે ઉલાસબા વીરાજી , વીરાજી હાજાજી , દિલીપસિંહ વીરાજી અને અનીરુદ્ધસિંહ વિરાજી ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવમાં ઇજા પામેલ તમામ ચાર વ્યક્તિઓ ને સારવાર માટે પ્રથમ જામનગરની અને ત્યારબાદ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે ઊલાસબા વીરાજી જાડેજા એ પોલીસ માં ફરિયાદ નોંધાવતાં પોલીસે દસ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી હતી.આ અંગેનો કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ એન.આર જોશી એ તમામ દલીલો સાંભળ્યા પછી છ આરોપીઓ નવલસિંહ દેશળજી કેર , કિશોરસિંહ અમરસિંહ રાઠોડ , અનિરૂૂદ્ધસિંહ કિશોરસિંહ, પૃથ્વી રાજસિંહ નવલસિંહ, ભીખુભા દેશળજી અને અજીતસિંહ દેશળજી ને તકસી રવાન ઠેરવી ને હત્યા પ્રયાસ નાં આ કેસ મા સાત વર્ષ ની જેલ સજા નો હુકમ કર્યો છે. આ કેસમાં મૂળ ફરિયાદી તરફે વકીલ કિરણભાઈ બી બગડા તથા સરકાર પક્ષે વકીલ ડી આર ત્રિવેદી રોકાયા હતા.