ગુજરાત
અમરેલીના જૈન દેરાસર નજીક જુગાર રમતા સાત શખ્સ ઝડપાયા
રૂા.10,700નો મુદ્દામાલ જપ્ત કરાયો
ભાવનગર રેન્જ આઈ.જી.પી. ગૌતમ પરમાર ભાવનગર રેન્જ, ભાવનગરનાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાંથી જુગાર/દારૂૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂૂની કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ તથા અમરેલી ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઇ નાઓ દ્વારા ડીવીઝન વિસ્તારમાંથી જુગાર/દારૂૂની બદી દુર કરવાં માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ રેઇડો કરી જુગાર/દારૂૂની કડક કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય.
જે અન્વયે આજરોજ અમરેલી સીટી પોલીસ ટીમ દ્વારા હ્યુમન સોર્સની મદદથી ચોક્ક્સ બાતમી આધારે અમરેલીના જૈન દેરાસર વિસ્તારમાંથી જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા બાળ કિશોર સહીત સાત ઇસમોને રોકડા રૂૂ.10,700/-ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પોલીસે તનવીરભાઇ ઉર્ફે કબુતર અમીનભાઇ બીલખીયા ઉ.વ.22 ધંધો.ફુટનો રહે, અમરેલી, સવજીપરા, ફરજુકભાઇ અસ્લમભાઇ અગવાન ઉ.વ.24 ધંધો.પાણીપુરીની લારી રહે, અમરેલી, મોટા કસ્બાવાડ, ફેજલભાઇ યુસુફભાઇ રઇસ ઉ.વ.27 ધંધો.ડ્રાઇવીંગ રહે, અમરેલી, સંધી સોસાયટી, સરફરાજભાઇ ઇકબાલભાઇ શેખ ઉ.વ.24 ધંધો.
મજુરી રહે.અમરેલી, મોટા કસ્બાવાડ, મુનીરખાન અબ્દુલખાન યુસુફજી પઠાણ ઉ.વ.25 ધંધો.ફુટનો રહે.અમરેલી, મોટા કસ્બાવાડ, અસરફભાઇ કાસમભાઇ કુરેશી ઉ.વ.34 ધંધો.મજુરી રહે. અમરેલી, મોટા કસ્બાવાડ, કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી લેવામાં આવ્યા હતા.