ક્રાઇમ

જામજોધપુર સહિત જુગારના પાંચ દરોડામાં સાત શખ્સો ઝડપાયા

Published

on


જામનગર શહેર તેમજ જામજોધપુરમાં ગઈકાલે પોલીસે વર્લી મટકા તેમજ ચલણી નોટો પર જુગાર અંગેના જુદા જુદા પાંચ દરોડા પાડી કુલ સાત શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રકમ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.
જામનગર નજીકના બેડી વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાના આંકડા લેતો અયુબ જેડા વાઘેર નામના શખ્સને પોલીસે ઝડપી લઈ તેની પાસેથી રોકડ રૂૂા. 730 કબ્જે કર્યા છે. જ્યારે શહેરના વિકટોરિયા પુલ, નાગેશ્વર જવાના રસ્તે, નદીના પટમાં જાહેરમાં ચલણી નોટો પર એકીબેકીનો જુગાર રમતા ઝાકીર કાસમ દરજાદા અને જેઠાભાઈ નારણભાઈ મકવાણાને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. પ70 કબ્જે કર્યા છે. તેમજ શહેરના દરબારગઢ પાસે ફુલવાળાવાળી ગલીમાં ચલણી નોટો પર જુગાર રમતા સંજય ધરમશી સોરઠિયા અને દિનેશ નટવરલાલ ચૌહાણ નામના બે શખ્સોને ઝડપી લઈ તેઓ પાસેથી રોકડ રૂૂા. ર90 કબ્જે કર્યા છે.


આ ઉપરાંત જામજોધપુર ખાતે ટાઉનબીટ વિસ્તારમાં વર્લી મટકાના આંકડા લેતા હાર્દિક રસિકભાઈ વાઢેર નામના શખ્સને પોલીસે ઝડપી લઈ તેની પાસેથી રૂૂા. 1ર0 સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે. આ ઉપરાંત જામજોધપુર ખાતે ટાઉનબીટ વિસ્તારમાં બહુચરાજી મંદિર પાસે વર્લી મટકાના આંકડા લેતો સોહિલ ઉર્ફે નાડી મામદભાઈ રાવકરડા નામના શખ્સને પોલીસે ઝડપી લઈ તેના પાસેથી રૂૂા. 140 કબ્જે કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version