Site icon Gujarat Mirror

પાટડી સર્કિટહાઉસની પાછળ જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા, અડધા લાખનો મુદ્દામાલ જપ્ત



પાટડી સર્કીટ હાઉસ પાછળ જાહેરમાં જુગાર રમતા સાત શખશો ઝડપાયા હતા. જેમાં સુરેન્દ્રનગર એલસીબી ટીમે આ સાત શાખશોને રોકડા રૂૂ. 23,420 અને પાંચ મોબાઈલ મળી કુલ રૂૂ. 43,920 સાથે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ઘરી છે.સુરેન્દ્રનગર એલ.સી.બી. પીઆઇ જે.જે.જાડેજા તથા પીએસઆઇ જે.વાય.પઠાણ સહીતની એલ.સી.બી. ટીમ દ્વારા ચોકકસ બાતમીના આધારે પાટડી ટાઉન વિસ્તારમાં આવેલા સર્કીટ હાઉસ પાછળના ભાગે જાહેરમા બાવળના ઝાડ નીચે ગંજીપાનાના પાના વડે તીનપતિનો પૈસાની હારજીતનો જુગાર રમી રમતા કુલ સાત શખશોને રોકડા રૂૂ. 23,420 તથા મોબાઇલ નંગ-5 કિંમત રૂૂ. 20,500 મળી કુલ રૂૂ. 43,920 સાથે ઝબ્બે કરી પાટડી પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ મુજબ ગુન્હો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ જુગારના દરોડામાં પકડાયેલા આરોપીઓમાં અયુબખાન અનવરખાન મલેક ( રહે-અખીયાણા ), સૈયદ સલીમભાઇ ધવલભાઈ ( રહે-પાટડી ), દશરથભાઈ કાન્તીભાઈ ઝીઝુવાડીયા ( રહે-પાટડી ), લક્ષ્મણભાઇ જીવાભાઇ ઠાકોર ( રહે-પાટડી ), સુરેશભાઇ મહાદેવભાઈ રાઠોડ ( રહે-પાટડી ), ડુંગરભાઇ મધાભાઈ ચાવડા ( રહે-બામણવા ) અને સુરેશભાઇ રતીલાલ રાઠોડ ( રહે-પાટડી )ને ઝબ્બે કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરેન્દ્રનગર એલસીબીના આ દરોડામાં પીઆઇ જે.જે.જાડેજા, પીએસઆઇ જે.વાય.પઠાણ, પરીક્ષીતસિંહ ઝાલા તથા પેરોલ ફર્લો સ્કોડના દશરથભાઈ ઘાંઘર સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.

Exit mobile version