ગુજરાત
રાજકોટમાં ભાજપે લગાવેલા સદસ્યતા અભિયાનના બોર્ડ અને બેનરો ઉતારતું સેવાદળ
રસ્તા વચ્ચે જ લગાવવામાં આવતા અકસ્માતની ઘટના બનવાના આક્ષેપ સાથે ઉતારી લેવાયા
ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને તેના પ્રચાર-પ્રસાર માટે રાજકોટ શહેરમાં ઠેર-ઠેર બેનર-પોસ્ટર મારવામાં આવ્યા હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓને ભારે સમસ્યા થઇ રહી હોવાથી રાવ ઉઠતા સેવાદળ દ્વારા તેને હટાવવાની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને બેનર પોસ્ટરો હટાવવામાં આવી રહ્યા છે.
આ અંગે સેવાદળના પ્રમુખ ચિંતન દવેએ જણાવ્યું હતુ કે, સદસ્યતાના બેનરો નીચે ઉતારી રાજકોટને સ્વચ્છ અને સુંદર બની રહે તે માટે કટિબદ્ધ બંને પાર્ટી રહે અને ભાજપના સદસ્યતા અભિયાનના હજારો બેનરને ઉતારી રાજકોટને સ્વચ્છ સુંદર બનાવી રહ્યા છીએ.
વાહન ચાલકોને ચોકમાં લગાવેલ મોટા બેનરોથી બીજા રોડ પર સામેથી કોણ અચાનક આવશે તે દેખાતું નથી. કોઇ જાનહાનિ થઇ તો કોણ જવાબદાર. ભાજપ સદસ્યતા અભિયાનના બેનરના લીધે બ્લેક સ્પોટ બનવાથી રસ્તા પર એક્સિડન્ટ થાય તો તેના લીધે કોઇને જાનહાની થાય કે શરીરમાં ખોડ ખાપન થાય તો ભાજપ રાજકોટની જનતાને સુ વળતર ચુકાવસે તે જણાવવા વિનંતી.