જસદણ તાલુકા સેવા સદન ખાતે છેલ્લા પાંચ સાત દિવસથી સર્વર ડાઉન થતા જસદણ તેમજ આજુબાજુના પંથકમાંથી આવતા અરજદારોને ધરમના ધક્કા થાય છે અને ભારે મુશ્કેલીમાં મુકાય છે રાશનકાર્ડ આધારકાર્ડ લિંક કરાવવા આવતા અરજદારો ને કલાકો સુધી ઊભું રહેવું પડે છે આમ છતાં પણ ધરમનો ધક્કો થાય છે.
આ બાબતે જવાબ દાર તંત્ર દ્વારા તાકીદે યોગ્ય કરવા અરજદારો ઍ માંગ ઉઠાવી છે અને ધરમના ધક્કા ખાય ખાય લોકોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે જસદણ સેવા સદન ખાતે E-KYC કરાવવા માટે લોકોને ભારે હાલાકી સમનો કરવો પડેછે સર્વર ડાઉન હોવાના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહયા છે છતાં તંત્રના પેટનું પાણી હલતું ન હોવાના ઘાટ ઘડાયા છે વહેલી સવારથી જ લોકોની આધાર અને E-KYC માટે લાઈનો લાગેછે રેશન કાર્ડના લાભ માટે E-KYC ફરજિયાત છે કેવાયસી સબમિટ કરવાવા મહિલા પુરુષ તેમજ નાના બાળકો સાથે કચેરીમાં ધક્કા ખાઈ ને ધરાઇ રહ્યા છે.
છેલ્લા પાંચ સાત દિવસથી લોકો ઊંઢઈ કરવા માટે ધક્કા ખાઈ રહ્યા છે સર્વર ડાઉન ના કારણે લોકોને મુશ્કેલી વધારો થયો છે વહેલી સવારથી જ લોકો લાઈનમાં ઊભા રહેવા મજબૂર થઈ રહયા છે. જેથી જવાબદાર તંત્ર વાહકોએ સર્વરની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામેલ છે.

