ગુજરાત
સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર ફ્લાયઓવર બ્રિજના અભાવે અકસ્માતોની હારમાળા
કોડીનાર શહેરમાંથી પસાર થતા સોમનાથ – ભાવનગર હાઇવે ઉપર 67 ગામો ને જોડતા બે જંક્શનો ઉપર નેશનલ હાઇવે ઓથોરિટી ની અણઆવડત ના કારણે ફ્લાયઓવર બનાવવામાં ના આવતા આ બન્ને જંકશનો (ચાર ચોકડી ) ઉપર દરરોજ અનેક અકસ્માતો થઈ રહ્યા હોવાના કારણે અનેક લોકો નું જાનમાલ નું નુકશાન થઈ રહ્યું હોય આ અંગે કોડીનાર ચેમ્બર ઓફ કોમર્સ અને ભાજપ ના અગ્રણી આગેવાનો દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટી અને તેને સંબંધિત વિભાગોમાં પત્ર લખી રજૂઆત કરી છે.
ચેમ્બર ઓફ કોમર્સ કોડીનાર દ્વારા પાઠવેલા પત્ર માં જણાવ્યા કોડીનાર શહેર માંથી પસાર થતા સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે રોડ ઉપર આવેલ બાયપાસ રોડ ઉપર વડનગર ચોકડી અને રોનાજ ચોકડી ઉપર તાલુકાના અંદાજિત 67 જેટલા ગામો ના લોકો તાલુકા મથકે આવતા જતા હોય આ બન્ને જંકશનો ચોકડી ભારે ટ્રાફિક થી ધમધમતા હોય ફ્લાયઓવર ની ખાસ જરૂૂરિયાત હોવા છતાં નેશનલ હાઇવે ઓથોરિટી ની અણઆવડત ના કારણે આ બન્ને ચોકડી ઉપર ફ્લાયઓવર ની સુવિધા આપવામાં આવેલ ના હોવાના કારણે દરરોજ અનેક અકસ્માતો થઈ રહ્યા હોવાના કારણે અનેક લોકો નું જાનમાલ નું નુકશાન થઈ રહ્યું હોય આ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં નિર્ભર તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી ન હોય નેશનલ હાઇવે માં આવતો આ બાયપાસ રોડ કોડીનાર તાલુકાના લોકો માટે અભીશ્રાપ રૂૂપ દેખાઈ રહ્યો હોય તાકીદે કાર્યવાહી કરી બન્ને ચોકડીઓ ઉપર ફ્લાયઓવર મૂકવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે ની કામગીરી છેલ્લા આઠ વર્ષથી ગોકળગાય ગતીએ ચાલી રહી છે હજુ ઘણી જગ્યાએ કામગીરી બાકી છે ત્યારે સોમનાથથી કોડીનારના વેળવા સુધીમાં 60 કિલોમીટરની અંદર ત્રણ ટોલનાકા ચાલુ કરીને મોટી રકમની લૂંટ ચલાવી રહેલી આ હાઇવે ઓથોરિટી ના અધિકારી કંઈક માનવતા રાખે અન્યથા હવે જન આક્રોશ ફાટી નીકળે અને તેના રોષનું ભોગ બનવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે.
સોમનાથ થી ભાવનગર નેશનલ હાઈવે ઓથોરિટી ના પાપે કોડીનાર થી પસાર થતાં વડનગર ચોકડી અને રોણાજ ચોકડી ઉપર દરરોજ અકસ્માતો ની ઘટના બની રહી છે આજરોજ પણ સવારે 10:00 વાગ્યા ના સુમારે રોણાજ ચોકડી પાસે હાઇવે ઉપરથી પસાર થતાં એક મોટરકારને ટ્રેક્ટર સાથે અકસ્માત થતા મોટી નુકસાની થઈ હતી સદભાગ્ય કોઈ જાન હાની થઈ નથી પરંતુ કોડીનાર ની રોણાજ ચોકડી અને વડનગર ચોકડી ઉપર નેશનલ હાઇવે ઓથોરિટીએ ફ્લાઈ ઓવર બ્રિજ બનાવવાના થાય છે પરંતુ આ બંને જગ્યાએ ઓવરબ્રિજ નહીં બનાવીને કોડીનાર તાલુકાના અંદાજે 30 થી 40 ગામના લોકોને રામ ભરોસે મૂકી દીધા છે આ બંને ચોકડી પાસે દરરોજ અકસ્માત થાય છે આ ચોકડી પાસે કોઈ દિશા સૂચક બોર્ડ પણ નથી રોડ બનતો હતો ત્યારે આ વિસ્તારની પ્રજા દ્વારા અવારનવાર માંગણી કરીને આ બંને ચોકડી ઉપર ઓવરબ્રિજ બનાવવાની માંગણી કરી આંદોલન પણ કર્યા હતા પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટી નું નિર્ભરતંત્ર આ બાબતે નોંધ સુધા લીધી નહીં પરિણામે દરરોજ અકસ્માતો ની હારમાળા થઈ રહી છે.
નેશનલ હાઈવે ઓથોરિટી ઓવરબ્રિજ નહીં બનાવીને આ ગ્રામ્ય વિસ્તારની પ્રજાને ભગવાન ભરોસે મૂકી દીધા છે કોઈ ગમખ્વાર અકસ્માત બનશે અને મોટી જાનાની થશે તો નેશનલ હાઈવે ઓથોરિટી ના જવાબદાર અધિકારી ની જવાબદારી ફીટ કરી તેમની સામે પગલાં લેવા જોઈએ તેવી પણ માંગણી ઉઠી છે.