રાષ્ટ્રીય
SEBIનો અદાણીને ઝટકો, લિસ્ટિંગ નિયમોના ઉલ્લંઘન બાબતે નોટિસ
રોકાણકારો, શેર હોલ્ડરને ખોટી રીતે દર્શાવવાના આક્ષેપ
અદાણી ગ્રુપની પાવર ટ્રાન્સમિશન એનર્જી કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (અઊજક)ને મોટો ફટકો પડ્યો છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) એ અદાણીની કંપનીને નોટિસ પાઠવી છે. કંપની પર કેટલાક રોકાણકારોને જાહેર શેરધારકો તરીકે ખોટી રીતે વર્ગીકૃત કરવાનો આરોપ છે.
અદાણી એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ (અઊજક)એ મંગળવારે જણાવ્યું હતું કે તેને સેબી તરફથી નોટિસ મળી છે. જેમાં કેટલાક રોકાણકારોને પબ્લિક શેરહોલ્ડર તરીકે ખોટી રીતે દર્શાવવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
કંપનીએ તેના બીજા ક્વાર્ટરના પરિણામોની નોંધમાં વિગતો આપ્યા વિના જણાવ્યું હતું કે તે નિયમનકારી અને સરકારી અધિકારીઓને આ બાબતે માહિતી અને સ્પષ્ટતા પ્રદાન કરશે. રિન્યુએબલ એનર્જી ફર્મ અદાણી ગ્રીન એનર્જી લિમિટેડને સેબી તરફથી કોઈ નવી નોટિસ મળી નથી.
અઊજકએ જણાવ્યું હતું કે વર્તમાન ક્વાર્ટર દરમિયાન કેટલાક પક્ષોના શેરહોલ્ડિંગને જાહેર શેરહોલ્ડિંગ તરીકે ખોટી રીતે રજૂ કરવા બદલ તેને સેબી તરફથી કારણદર્શક નોટિસ (જઈગ) પ્રાપ્ત થઈ છે. કંપનીએ આ બાબતે જણાવ્યું હતું કે તે સમય સમય પર માહિતી, જવાબો, દસ્તાવેજો અને/અથવા સ્પષ્ટતાઓ આપીને નિયમનકારી અને સરકારી સત્તાવાળાઓને જવાબ આપશે.